કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના 11 દેશો કોરોનામુક્ત થયા સ્પેનમાં સતત બીજા દિવસે કોઈ મૃત્યુ નહીં

કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના ૧૧ દેશોએ એવા છે કે જેણે કોરોનાને હરાવ્યો છે. આ ૧૧ દેશો કોરોનાનાં કાળચક્રમાંથી મુક્ત થયા છે. જે ૧૧ દેશોએ કોરોનાને જાકારો આપ્યો છે તેમાં આઈસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્લોવેનિયા, આઈસલ ઓફ મેન, મોરિશિયસ, મોન્ટેગ્રો, ફેરો આઈલેન્ડ, બ્રુનેઈ, કમ્બોડિયા, ત્રિનિદાદ અને અરૂબાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, બ્રુનેઈ અને ત્રિનિદાદમાં હવે ફક્ત ૧-૧ એક્ટિવ કેસ છે જ્યારે આઈસલેન્ડ અને કમ્બોડિયામાં ૨-૨ એક્ટિવ કેસ છે. ફેરો આઈલેન્ડ, અરૂબા અને મોન્ટેગ્રોમાં એકપણ એક્ટિવ કેસ નથી. WHOની ઔગાઇડલાઇન્સ મુજબ આ તમામ દેશને કોરોનામુક્ત જાહેર કરાશે. આઈસલેન્ડમાં તો જાન્યુઆરીથી જ ટેસ્ટિંગ શરૂ કરાયું હતું જ્યારે સ્લોવેનિયામાં ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા ડોકટરો અને હોસ્પિટલોની કામગીરી શરૂ કરાઈ હતી. ન્યૂઝીલેન્ડમાં કોરોના પોઝિટિવ કેસનું ટ્રેસિંગ ૪૮ કલાકમાં પૂરું કરીને સંક્રમિતને સારવારની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી આને કારણે કોરોનાના કેસને વધતા રોકી શકાયા હતા. મોન્ટેગ્રોમાં છેલ્લા ૨૮ દિવસથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઇટાલીએ યુરોપના દેશો પરનો પ્રવાસ પ્રતિબંધ હટાવ્યો  

ઇટાલીએ હવે ત્યાં સ્થિતિ સુધરતા યુરોપના દેશો પરનો પ્રવાસ પ્રતિબંધ હટાવી લીધો છે. ટૂરિઝમ સેક્ટરને વેગ આપવા માટે આ નિર્ણય લેવાયો છે. જે લોકો વિદેશથી આવે તેમને ક્વોરન્ટાઇન નહીં કરવા પણ નિર્ણય લેવાયો છે. દેશમાં ડોમેસ્ટિક પ્રવાસ પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવાયો છે. બુધવારથી હવે દેશમાં લોકો ગમે ત્યાં હરીફરી શકશે. દેશમાં ૧૫ જૂનથી થિયેટરો અને સિનેમાઘરોને ખોલવામાં આવશે.

સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ ૨,૪૦, ૦૦૦ કોરોનાના કેસ

સ્પેનમાં સતત બીજા દિવસે કોરોનાથી એકપણ મોત થયું નથી. જો કે મૃત્યુના આંકડામાં ગયા અઠવાડિયે થોડી વિસંગતતા જોવા મળી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા અગાઉના અઠવાડિયે ૩૪ મૃત્યુ દર્શાવવામાં આવ્યાં હતાં પણ હકીકતમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ મોત નોંધાયું ન હતું. સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ ૨,૪૦, ૦૦૦ કોરોનાના કેસ નોંધાયા હતા જેમાં ૨૭,૧૨૭ મોત નોંધાયાં હતાં.

આખા વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા ૬૪,૮૨,૬૯૫: કુલ ૩,૮૩,૦૭૨નાં મોત

આખી દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૬૪,૮૨,૬૯૫ થઈ છે જ્યારે મૃત્યુનો કુલ આંકડો ૩,૮૩,૦૭૨ થયો છે. ૩૦,૮૯,૧૦૧ લોકો સારવાર પછી સાજા થયા છે.

અમેરિકામાં ૨૪ કલાકમાં વધુ ૧,૧૩૪નાં મોત

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૧૩૪નાં મોત થયાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧,૮૮૨ નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. અહીં કુલ ૧૮,૮૧,૨૦૫ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે જ્યારે મોતનો કુલ આંકડો ૧,૦૮,૦૫૯ પર પહોંચ્યો છે.

યુકેમાં કોરોનામાં મૃત્યુનો આંકડો ૫૦,૦૦૦ને પાર  

બ્રિટનમાં કોરોનામાં મૃત્યુનો કુલ આંકડો ૫૦,૦૫૯ થયો છે. યુરોપના દેશોમાં આ આંકડો સૌથી વધુ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન લોકડાઉનને ઝડપથી હળવું કરવા માગે છે.

રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮,૮૬૩ નવા કેસ : ૧૮૨નાં મોત  

રશિયામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૮૬૩ કેસ બહાર આવ્યા હતા જ્યારે ૧૮૨નાં મોત થયાં હતાં. કુલ સંક્રમણ ૪,૩૨,૨૭૭ થયાં પછી સરકાર ફરી હરકતમાં આવી છે અને સંક્રમણ રોકવાનાં પગલાં લીધાં છે. મોસ્કોમાં ૧ જૂનથી લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.

સિંધ પ્રાંતમાં એક પ્રધાનનું મોત 

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક પ્રધાનનું મોત થયું છે. હાઝી ગુલામ મુર્તઝા બલોચનું કોરોના સંક્રમણથી મોત થયું હતું. પાક.માં લોકડાઉન હટાવ્યા પછી કુલ ૭૯,૯૨૯ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ૧,૬૮૩નાં મોત થયાં છે.

બ્રાઝિલમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ

બ્રાઝિલમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ બની છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૬૨નાં મોત થયાં છે. કુલ મૃત્યુઆંક ૩૧,૧૯૯ થયો છે.

કોરોના કાર્ડ  

  • વેલ્સમાં ૨૯ જૂનથી સ્કૂલો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ક્લાસમાં ૩૩ ટકાથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે.
  • દક્ષિણ આફ્રિકાની કોર્ટે લોકડાઉનના નવા નિયમોને ગેરકાયદેસર ગણાવ્યા છે.
  • ચિલીમાં કોરોનાના એક દિવસમાં ૩,૫૨૭ નવા કેસ બહાર આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૦૮,૬૮૬ થઈ છે જ્યારે ૧૧૮૮નાં મોત થયાં છે.
  • ઇઝરાયેલમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૬ નવા કેસ આવ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો