સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં કોઈનું મોત થશે તો ગુનો નોંધવાની ચીમકી અપાઈ

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે. સાથે જ અકસ્માતમાં કોઈનું મોત નિપજશે તો જવાબદાર અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ચીમકી અપાઈ છે.

વરસાદને પગલે રોડ ધોવાયો અને ખાડા પડ્યા

સાબરકાંઠા એસપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું છે કે, સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે (એનએચ) 8 પર સિક્સ લેન કામગીરી ચાલી રહી છે. વરસાદને પગલે હાઈવે ધોવાઈ ગયો છે અને કપચીઓ ઉખડી જતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. સિક્સલેનની કામગીરીને પગલે અનેક જગ્યાએ ડાયર્વઝન આપતા રોડની બંને સાઈડો ખોદવામાં આવેલી હોવાથી રોડની કિનારી પરના પિલ્લરો એક લાઈનમાં ન હોવાથી અને કેટલીક જગ્યાએ આડા પડેલા પિલ્લરો પર રેડિયમ નહોવાથી રાત્રે ન દેખાતા અને કોઈ જગ્યાએ સાનેજીસ બોર્ડ હોવાથી વાહન ચાલક ખાડા ટાળવા જતા સામે આવતા વાહન સાથે અથડાય છે કે ડિવાઈડર સાથે ટકરાય છે. જેથી ગંભીર અકસ્માત બનવાની શક્યતા રહે છે.

પ્રાંતિજની હદના અકસ્માત

નોટિસમાં પ્રાંતિજ પોલીસની હદમાં 16 ઓગસ્ટે બ્લુમ ડેકોર ફેક્ટરી સામેના અકસ્માતને ઉલ્લેખ કરાયો છે. ખાડાના કારણે જ અકસ્માતનો બનાવ થતા 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ નવી નક્કોર એસયુવીના ચાલકે દંડ ભરવાનો ઈન્કાર કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

એનએચ દિલ્હી મુંબઈને જોડે છે

એનએચ 8 દિલ્હી મુંબઈને જોડે છે. તેમાં મોટા ભારે વાહનોની અવરજવર રહેતા વ્યસ્ત રહે છે. પાડોશી રાજ્યમાંથી એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવાતા હોય છે. ઉપરાંત વીવીઆઈપીઓની અવરજવર રહે છે. તેથી ખાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અકસ્માત નિવારવા કાર્યવાહી કરવા નોટીસ

ભારે ટ્રાફિકના કારણે અંત્યત વ્યસ્ત એવા એનએચ 8 પર ખાડાના કારણે નાના-મોટા વાહનોને પંકચર તેમજ અન્ય નાનામોટા નુકસાન થવાથી ટ્રાફિકજામ થવાની સમસ્યા ન થાય તે માટે રોડ પરના ખાડાઓનું સમારકામ કરવા અને જ્યાં ડાયવર્જન આપેલા છે કે એક તરફી રોડ કરેલા છે. ત્યાં સાયનેજીસ બોર્ડ રાત્રે અને દિવસે સ્પષ્ટ દેખાય તે રીતે લગાડવા તેમજ રોડની કિનાર પરના તમામ પિલ્લર પર હાઈ ક્વોલિટીનું રેડિયમ લગાવવા વિનંતી કરી છે.

ગુનો નોંધવાની ચીમકી

એસપી દ્વારા એન.એચ.એ.આઈના પ્રોજેક્ટ ડિરેક્ટરને નોટિસ પાઠવીને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ કારણોસર ફેટલ અકસ્માતનો ગંભીર ગુનો નેશનલ હાઈવે ઓથોરિટીની નિષ્કાળજીને કારણે બનશે તો જવાબદાર વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 304 મુજબનો ગુનો રજીસ્ટર કરવાની ફરજ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો