રિયલ હીરો સોનુ સુદનું પ્રશંસનિય કામ, આ વખતે આખી ટ્રેન બૂક કરી 1200 પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા, પ્રવાસી મજૂરો થયા ભાવુક

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીના કારણે પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં જવાની ફરજ પડી હતી. આ મજૂરોને (migrant workers)ને પોતાના ઘર સુધી પહોંચાડવામાં સરકારે જે કામ કર્યુ તેના કરતાં વધુ સારી રીતે અને સ્વખર્ચે બૉલિવૂડના હીરો સોનુ સુદે (Sonu sood)એ કરી બતાવ્યું હતું. સોનું સુદ બૉલિવૂડના એ રિયલ લાઇફ હીરો છે જેણે અત્યારસુધી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને સ્વખર્ચે બસ બાંધીને ઘરે મોકલ્યા હતા. હવે એક ભાવૂક વીડિયો સામે આવ્યો છે જેમાં સોનુ સુદે આખી ટ્રેન બૂક કરીને 1200 મજૂરોને મુંબઈથી બિહાર અને ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા. સોનુ સુદે થાણેથી એક આખી ટ્રેન બાંધીને પ્રવાસી મજૂરોને ઘરે મોકલતાં ફરી તેની વાહવાહી થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અભિનેતા સોનુ સૂદ 18-18 કલાક કામ કરીને પરપ્રાંતીય મજૂરોને સતત મદદ કરી રહ્યો છે. તેમની ટીમ લોકોની મદદ માટે રાત-દિવસ રોકાયેલી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ સોમવારે મુંબઇથી એક ખાસ ટ્રેનમાં પરપ્રાંતિય મજૂરોને રવાના કરી રહ્યો છે. આ દરમિયાન, તે સ્ટેશન પર પહોંચ્યો અને ટ્રેનની ગોઠવણોની માહિતી લીધી હતી. આ દરમિયાન તેમણે મુસાફરોને સામાજિક અંતર બનાવવાની વાત જણાવી હતી. વીડિયોમાં બાળકો અને મહિલાઓ પણ ખાવા પીવાની વ્યવસ્થા અંગે વાત કરતા જોવા મળે છે.

સોનુ સૂદે મહારાષ્ટ્ર સરકારની સહાયથી આ કામ પૂર્ણ કર્યું. વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ લોકોને મળતો અને અલવિદા કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે લોકોને કહે છે કે હવે ઘરે જાવ અને જલ્દી પાછા આવો. આ વીડિયોમાં લોકો સોનુ સૂદનો આભાર પણ કહેતા જોવા મળે છે. વીડિયોના છેલ્લામાં, તે ટ્રેન છોડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો