નડિયાદ એસટીના કર્મીઓએ દેખાડી માનવતા: યુપીથી સંતરામ મંદિરે બાધા પૂરી કરવા આવેલ માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદ એસટીના કર્મીઓએ ટ્રેનની ટીકીટ કરાવી આપી

નડિયાદમાં માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી બસ સ્ટેન્ડના બાકડા પર રાતવાસો કરતાં માતા-પુત્રના વહારે નડિયાદ એસ.ટીના (BMS)ના કર્મીઓ આવ્યા છે. સંતરામ મંદિર નડિયાદ ખાતે બાધા પૂર્ણ કરવા આવેલ ઉત્તરપ્રદેશના માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદના એસ.ટી કર્મીઓએ ટ્રેનની ટીકીટ બુક કરી રવાના કર્યા છે. આ જોઈ બસ સ્ટેન્ડમાં બેઠેલા લોકોમાં કર્મીઓ પ્રત્યેની માનવીય અભિગમને વધાવી લેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં એક માનવતાભર્યા કિસ્સાએ માતા-પુત્રને વતનની ધરતી સાથે મીલાપ કરાવ્યો છે. મુળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની સુદામાબેન ચૌહાણ અને તેમનો 14 વર્ષીય દિકરો ઉદયરાજ બન્ને થોડા દિવસ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં બાધા પૂર્ણ કરવા આવ્યા હતા. સુદામાબેન પોતાની સાથે 8 હજાર રૂપિયા લઈને આવ્યા હતા. પરંતુ ઉત્તરપ્રદેશથી અહીંયા ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા તો મોટાભાગની રકમ ભાડામાં વપરાઈ ગઈ, જે બાદ બાધા પૂર્ણ કરી પરત વતન જવાનુ તે તેમના માટે મોટો પડકાર પ્રશ્ન ઉભો થયો હતો. તેમની પાસે થોડી રકમ હતી તે પણ રસ્તામાં ખર્ચ થઈ ગઈ હતી. ગરીબ પરિવારમાંથી આવતાં આ બન્ને પાસે મોબાઇલ ફોનની પણ સુવિધા નહોતી.

બેબાકડા બની બેઠેલા માતા-પુત્ર અજાણ્યા શહેરમાં કઈ રીતે કોઈની મદદ મેળવે, તેમને તો ભાષા પણ અલગ હોવાથી તે મદદ મેળવી શકતા નહોતા. છેલ્લા એક સપ્તાહથી તેઓ મનમાં મૂંઝાયેલા રહેતા હતા. દિવસે સંતરામ મંદિરના પટાંગણમાં રહેતા અને રાત પડે એટલે નડિયાદ બસ સ્ટેન્ડમાં આવી બાકડા પર રાતવાસો કરતાં હતા. જય માનવ સેવા પરિવાર તરફથી મળતું સાંજનુ ભોજન જમી માતા-પુત્ર બન્ને બસ સ્ટેન્ડમાં રાતવાસો કરતા હતા.

આમ લગભગ છેલ્લા એક અઠવાડિયા ચાલ્યું, નડિયાદ એસ.ટીના (BMS)ના કર્મીઓ દરરોજ જોતાં એક દિવસ એક કર્મચારીને રહેવાયું નહી અને માતા-પુત્રને પુછતા તેમણે પોતાની સાથે બનેલ ઘટના જણાવી હતી. ઘટના જાણી માનવતાભરી કામગીરી કરવા અને ઉપરોક્ત સુદામાબેન અને ઉદયરાજને વતન મોકલવા બીડુ ઝડપાયું. ભારતીય મજદૂર સંઘના 8 થી 10 કર્મીઓએ અંદાજીત 1600 રૂપિયાનો લોકફાળો ઉઘરાવી બન્નેને વતન પહોંચાડવા કામગીરી કરી છે.

ઉપરોક્ત રકમથી રેલવેમાં ટીકીટ બુક કરાવી માતા-પુત્રને વતન ઉત્તરપ્રદેશ જવા રવાના કર્યા છે. આ સરાહનીય કામગીરી કરનાર નડિયાદ એસ.ટીના ભારતીય મજદૂર સંઘના રહેમાનભાઈ મલેક, શકીલભાઈ વ્હોરા, હર્ષદભાઈ રોહિત, વનરાજસિંહ મહિડા, કેતનભાઈ શર્મા, મફતસિંગ સોડા તથા અન્ય ડ્રાઇવર-કંડક્કરોની આ માનવતાભરી કામગીરીને બિરદાવી રહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો