મહારાષ્ટ્રની ઘટના: માતાએ ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન ન આપતા પુત્રની હત્યા કરી નાખી પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી

મહિલા અને તેના દીકરાના મૃતદેહો બંધ રૂમમાંથી મળ્યા. બાળકના નાકમાંથી લોહી નીકળતું હતું અને મહિલાનો મૃતદેહ ફાંસીએ લટકેલો હતો.
તકિયાથી મોઢું દબાવી માતાએ પોતાના જ બાળકનો જીવ લીધો
બાળકના મોત પછી પોતાને પારાવાર પસ્તાવો થતાં આત્મહત્યા કરી
આજકાલ ઓનલાઇન શિક્ષણના વધતા જતા વ્યાપને કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, એને કારણે મહારાષ્ટ્રમાં એક સાડાત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માને પસ્તાવો થતાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાથરડી ફાટા વિસ્તારના સાંઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ના ગણવા જોઈએ.

મહિલાએ સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દીકરાની હત્યા તેણે જ કરી છે. જોકે બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રૂમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નીકળતું હતું. મહિલાનાં માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, એની પુષ્ટિ કરી છે.

તકિયાથી દબાવ્યું દીકરાનું મોઢું
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું હતું કે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તકિયાથી મોઢું દબાવી પોતાના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના મુદ્દે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પહેલાં ભણવા બાબતે ટોકતા દીકરીએ કરી હતી માતાની હત્યા
30 જુલાઈએ નવી મુંબઈમાં 15 વર્ષની કિશોરીએ કરાટે બેલ્ટથી માનું ગળું દબાવીને હત્યા કરી હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે છોકરી અને તેની મા(40) વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હતા, કારણ કે મહિલા ઈચ્છતી હતી કે તેની દીકરી મેડિકલનો અભ્યાસ કરે, પરંતુ તે ભણવા તૈયાર નહોતી. વારંવાર દબાણ કરવા પર દીકરીએ માતાની હત્યા કરી હતી. છોકરીની હાલ ધરપકડ કરવામાં આવી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો