રાજકોટના જેતપુરમાં મિલકત માટે પુત્રના હાથે પિતાની હત્યા, દોરીથી ગળું દબાવી બાપને મોતને ઘાટ ઉતાર્યા

અત્યારે પૈસાની (money) બાબતમાં સંબંધો ભૂલીને એકબીજાના લોહીના તરસ્યા થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. રાજકોટના જેતપુરમાં પુત્રએ જ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘટનાના પગલે પોલીસ (son) ઘટના સ્થળે દોડી જઈને લાશને કબ્જે લઈને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા (son killed father) થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

ઘટના અંગે મળતી માહિતી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામમાં મથુરભાઈ અમીપરા પરિવાર સાથે રહેતા હતા. મુથરભાઈએ પોતાના પુત્ર રાજેશને ઘર ખાલી કરાવનું કહ્યું હતું. જોકે, આ અંગે પુત્ર અને પિતા મથુરભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.

બોલાચાલીએ ધીમેધીમે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા રાજેશે ઘરમાંથી દારી લાવીને પિતાનું ગળે ટૂંપો આપીને મારી નાંખ્યા હતા. પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ફરાર થઈ ગયો હતો.

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક મથુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને પિતાની હત્યાના આરોપી સામે ગુનો નોધીને તેને પકડાવના ચક્રોગતિમાન કર્યા હતા.

બીજી તરફ મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો