રાજકોટમાં ચાના ધંધાર્થીનો પુત્ર CA ફાઇનલમાં ગુજરાત ફર્સ્ટ આવ્યો, દરરોજના 10 કલાકની કરતો હતો મહેનત

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ગત 16મી જાન્યુઆરીએ સી.એ. ફાઇનલનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં રાજકોટના ચાના ધંધાર્થી પાવનભાઇ શાહનો પુત્ર રૈવત શાહ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 23મા ક્રમે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો.

5400 ઉમેદવાર ઉત્તીર્ણ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા

આઇસીએઆઇ દ્વારા ચાર દિવસ પહેલા સી.એ. ફાઇનલની ઓલ્ડ કોર્સ અને ન્યૂ કોર્સનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ન્યૂ કોર્સનું ઓવરઓલ પરિણામ 15 ટકા આવ્યું હતું. જ્યારે ફર્સ્ટ ગ્રૂપનું 17 ટકા અને સેકન્ડ ગ્રૂપનું 28 ટકા પરિણામ જાહેર થયું હતું. આ ફાઇનલ પરીક્ષામાં 5400 ઉમેદવાર ઉત્તીર્ણ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.

રાજ્યમાં પ્રથમ અને દેશ લેવલે 23મા ક્રમે ઉત્તીર્ણ થયો

આ ફાઇનલ પરિણામમાં રાજકોટનો વિદ્યાર્થી રૈવત પાવનભાઇ શાહ સમગ્ર રાજ્યમાં પ્રથમ અને દેશ લેવલે 23મા ક્રમે ઉત્તીર્ણ થયો હતો. રૈવત શાહને ન્યૂ કોર્સમાં 800 માર્કસના 4 પેપરમાં 531 ગુણ આવ્યા છે. રૈવત દરરોજની 8 થી 10 કલાક મહેનત કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો