ખેડૂતના દીકરાએ 10 લાખના ખર્ચે ઘરે જ બનાવ્યું હેલિકોપ્ટર, એક વ્યક્તિ કરી શકે છે સફર

રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકુઈ ઉપખંડના આભાનેરી પાસે ઝુપડીન નામના એક ગામમાં ખેડૂતના દીકરા ચેતરામ ગુર્જરે ઘરે જ હેલિકોપ્ટર બનાવીને કમાલ કરી બતાવ્યો. આ હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી પડી છે. ચેતારામ ગુર્જર અભ્યાસ કરતો હતો ત્યારથી જ કંઈક હટકે કરવાનું સપનું હતું. તે આઈઆઈટીની ડિગ્રી લઈ રહ્યો હતો, ત્યારે ચેતરામને લાગ્યું કે તે વિશેષ હેલિકોપ્ટર બનાવી શકે છે. જે બાદ તે પોતાનું સપનું પૂરું કરવામાં લાગી ગયો.

એક વ્યક્તિ કરી શકે છે સફર

તેણે લૂઝ પાર્ટ્સ અને જુગાડ ટેક્નિકથી વર્ષભરની મહેનતમાં ચારસો કિલો વજનવાળા લોખંડી બોડીનું હેલિકોપ્ટર બનાવી દીધું. એક વ્યક્તિ બેસીને આ હેલિકોપ્ટરની સફર માણી શકે છે. ચેતરામનો દાવો છે કે જો અનુમતિ મળે તો તે આ હેલિકોપ્ટરને 20 ફીટની ઉંચાઈ સુધી ઉડાવી શકે છે. આ હેલિકોપ્ટર બનાવવામાં તેમણે દરરોજ 12થી 15 કલાક મહેનત કરી છે. જેમાં 10 લાખ રૂપિયા ખર્ચ થયા છે. દીકરાનું સપનું પૂરું કરવા માટે પિતાએ આર્થિક સહયોગ આપ્યો.

ત્રણ વખત ડિઝાઈન બદલી

ચેતરામે જણાવ્યું કે તેણે હેલિકોપ્ટર બનાવતી વખતે ત્રણ વખત તેની ડિઝાઈન બદલી. પહેલાં તેમાં મોટર સાઈકલનું સિંગલ પેટ્રોલ એન્જીન લગાવ્યું પરંતુ તે ઉડી ન શક્યું. પછીં ડીઝલનું એન્જીન લગાવ્યું પરતું આ વખતે હેલિકોપ્ટરની ધ્રૂજારીને કારણે સફળતા ન મળી. જે બાદ હોન્ડા અને સીબીઝેડ મોટર બાઈકના બે એન્જીન લગાવ્યાં. ત્યારે હેલિકોપ્ટર 20 ફીટની ઉંચાઈ પર ઉડવા માટે સક્ષમ બન્યું.

યૂટ્યૂબની પણ મદદ લીધી

ચેતરામે જણાવ્યું કે ટેક્નિકલ કામ કરવામાં તેને હંમેશાથી જ દિલચસ્પી રહી છે. આઈઆઈટી કર્યા બાદ ઉત્સાહ વધ્યો. યૂટ્યૂબના માધ્યમથી પાર્ટ્સના વર્કિંગની પણ જાણકારી મેળવી. ચેતરામે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી આર્થિક મદદ મળે તો તે આ હેલિકોપ્ટરને હજુ સારી રીતે બનાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો