લોકડાઉનમાં પોલીસે ધરાર વાહનને ચોકીથી આગળ ન જવા દેતા બીમાર પિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા ઉચકીને રોડ પર દોડ્યો દીકરો

દેશમાં લોકડાઉનની સ્થિતિઓ વચ્ચે બુધવારે કેરળથી એક ખૂબ જ ભાવુક કરનારો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પોતાના 65 વર્ષના પિતાને બીમાર જોઈને એક દીકરો તેમને હોસ્પિટલ લઈ જવા રસ્તા પર દોડતા દેખાયો. કહેવાઈ રહ્યું છે કે પોલીસે આ વ્યક્તિના ઘરથી એક કિલોમીટર પહેલા જ રીક્ષાને આગળ જતા રોકી લીધી. આ ઓટો દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે આવી હતી. પરંતુ જ્યારે પોલીસે તેને રોકી દીધી તો બીમાર પિતાને સમયપર હોસ્પિટલ પહોંચાડવા માટે તેમને દીકરો ખોળામાં લઈને રસ્તા પર દોડવા લાગ્યો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ સમગ્ર ઘટના કેરળના પનલૂર શહેરમાં બની. કહેવાઈ રહ્યું છે કે બીમાર પિતાને હોસ્પિટલ લઈ જવા માટે તેના દીકરાએ એક રીક્ષા બોલાવી હતી. જોકે પોલીસે આ રીક્ષાને ઘરથી એક કિલોમીટર દૂર ચેકપોસ્ટ પર જ અટકાવી દીધી. લોકડાઉન વચ્ચે કોઈ રસ્તો ન મળ્યો તો વ્યક્તિ પિતાને ઉચકીને રીક્ષા સુધી દોડ્યો. આ બાદ તેણે ગમે તેમ કરીને પિતાને રીક્ષા સુધી પહોંચાડ્યા, જેથી બંને હોસ્પિટલ પહોંચી શકે.

આ મામલાની કેરળ રાજ્યના માનવ અધિકાર આયોગે જાણ લેતા પોલીસને સવાલ કર્યો છે. આ મામલો આયોગે એક કેસ પણ દાખલ કર્યો છે. આયોગે પોલીસને નોટિસ પાઠવતા પૂછ્યું છે કે, દર્દીને લઈ જવા માટે આવેલા વાહનને શા માટે રોકવામાં આવ્યું.

જોકે કેરળની આ ઘટનાને જોઈને દરેક લોકો પોલીસને સવાલ કરી રહ્યા છે કે પોલીસે આખરે બીમારને હોસ્પિટલ લઈ જવા આવેલા વાહનને શા માટે અંદર જવા અનુમતિ ન આપી. સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. બીજી તરફ લોકોએ એમ પણ લખ્યું કે, ગરીબ વ્યક્તિ એમ્બ્યુલન્સના પૈસા નહોતો આપી શકતો, એવામાં તે પ્રાઈવેટ વાહનથી પિતાને હોસ્પિટલ લઈ જવા મજબૂર થયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો