હૃદયદ્રાવક ઘટના આવી સામે: પિતાના મોત બાદ વીજળીના થાંભલે ટેકો દઈને રડતો હતો પુત્ર, કરંટ લાગતા તેનું પણ થયું મોત, પરિવારમાં માતમ છવાયો

બિહારના (Bihar news) દરભંગામાં (Darbhanga) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટના જિલ્લાના લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન (police) અંતર્ગત આજમનગર મહોલ્લામાં ઘટી હતી. અહીં એક હૃદયદ્રાવક ઘટનામાં પિતાના નિધન બાદ પુત્રનું પણ મોત (son died after father death) થયું હતું. થોડાક જ સમયના ગાળામાં બંનેના મોત થવાથી આખા મહોલ્લામાં મોતનો માતમ છવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટના અંગે વાત કરીએ તો અહીં 18 વર્ષના નવયુવક રંજનના પિતા મોહન મહતોની મોત ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં મોત થયું હતું. મોહન મહતોની લાશ ઘરે લાવવામાં આવી હતી. ત્યારબાદ પરિજનોએ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી હતી. રંજનનું મોત કરંટ લાગવાથી થયું હતું. પોતાના પિતાની લાશને જોઈ જોઈને રંજન સતત રડી રહ્યો હતો.

આ વચ્ચે રંજન રડતા રડતાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભળાનો સહારો લીધો હતો. વીજળીના થાંભલામાં કરંટ પસાર થતો હતો. જેના કારણે રંજનને કરંટ લાગવાથી મોત થયું હતું. જોકે લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

એક સાથે ઘરમાં બે બે મોત બાદ મોલ્લામાં માતમ છવાયો હતો. જ્યારે પરિવારની મહિલાઓની રડી રડીને હાલત ખરાબ થઈ હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. જ્યાં લાશને પોસ્ટમોર્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી.

મૃતક રંજનના સંબંધી નારાયણ મહતોના જણાવ્યા પ્રમાણે રંજનેના પિતા મોહન મહતોનું મોત હોસ્પિટલમાં જ થયું હતું. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારી એકે ઝાના જણાવ્યા પ્રમાણે લોકોએ યુવકનું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાની જાણકારી આપી હતી.

તેમના પિતાનું પણ બીમારીના કારણે હોસ્પિટલમાં આજે જ મોત થયું હતું. દાહ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ આ ઘટના ઘટી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો