અમદાવાદમાં મજૂરી કરતા પિતાના પુત્રએ પ્રથમ પ્રયાસે જ પાસ કરી CAની ફાઇનલ પરીક્ષા, ઓલ ઇન્ડિયા 35માં નંબરે આવ્યો

21 વર્ષના જયેશ સભાગનીએ બાળપણથી પોતાના પિતાના અમદાવાદના કાલુપુરમાં આવેલ અનાજની હોલસેલ માર્કેટ ચોખા બજારમાં ગુણો ઉપાડતા અને તનતોડ મજૂરી કરતા જોયા છે. તેમની આ મહેનતે જ જયેશને પ્રેરણા આપી અને તેણે ભણતર સાથે ખૂબ જ આકરો પરિશ્રમ કર્યો. પિતા-પુત્ર બંનેના પરિશ્રમનું ફળ ગુરુવારે મળી ગયું જ્યારે જયંતે પહેલા જ પ્રયાસમાં CAની ફાઇનલ પરીક્ષા પાસ કરી.

જયંતે આ પરીક્ષા પાસ કરી એટલું જ નહીં પરંતુ ઓલ ઇન્ડિયા 35માં નંબરે આવ્યો છે. જો ટોપ-50ની વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં ગુજરાતના 5 વિદ્યાર્થીઓએ ટોચના 50માં સ્થાન મેળવ્યું છે. જયંતે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારા પિતા અને માતા બંને ફક્ત ધોરણ 8 સુધી જ ભણ્યા છે. ભલે મારા પિતાએ ક્યારેય શબ્દોમાં નથી કહ્યું પરંતુ હું તેમની આંખો જોઈને જ સમજી જતો હતો કે તે કહેવા માગતા હતા કે ખૂબ ભણ અને આપણા બધાની જિંદગી બદલાવી નાખ. આજે તેમની ખુશીનો પાર નથી.’

જયેશ સભાગનીએ કહ્યું કે, ‘મારા માતા વર્ષાબેન એક ગૃહિણી છે પરંતુ તેઓ મને સતત પ્રોત્સાહન આપતા રહેતા હતા કે ગરીબીને હરાવવા માટે ભણતરને જ એક શસ્ત્ર તરીકે ઉપયોગ કર અને આખા પરીવારના જીવનને વધુને વધુ ઉન્નત અને સારું બનાવ. મે જોયું છે કે મારા માતા-પિતાએ આખી જીંદગી ખૂબ જ મહેનત કરી છે હવે હું તેમને આરામ અને આનંદની જીંદગી આપવા માગુ છું.’

પોતાની સફળતા અંગે વાત કરતા જયેશે કહ્યું કે, ‘મે પ્રાઇવેટ કોચિંગ જેવા કોઈ ખર્ચા કર્યા નથી. ફક્ત ઇન્સ્ટિટ્યુટના ક્લાસમાં જતો હતો કેમ કે તેની ફી ઓછી હોય છે. તેમજ સ્ટડી મટિરિયલ માટે પણ બીજી અનેક પુસ્તકો ખરીદવાની જગ્યાએ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા(ICAI) દ્વારા આપવામાં આવતા પુસ્તકો જ વાંચ્યા હતા.’

જયેશે પોતાની સિદ્ધિ અંગે આગળ જણાવ્યું કે, ‘હું દરરોજ 5-6 કલાક જેટલું વાંચતો હતો અને સાથે એ બાબતે પણ ધ્યાન રાખતો હતો કે હું દૈનિક જીવનની સાવ અળગો ન થઈ જાવ. જો તમને ભણવાનું ગમતું હોય અને માર્કની ચિંતા ન કરતા હોવ તો CA થવું કંઈ બહું અઘરું નથી.’ જયેશે કહ્યું કે ‘મે ક્યારેય વિચાર્યું જ નહોતું કે CAની પરીક્ષા પાસ કરવા માટે મારે બીજીવાર પ્રયાસ કરવો પડશે. એકપણ વાર મે નિષ્ફળતા અંગે વિચાર્યું જ નહોતું. મારું માનવું છે કે જો તમારું લક્ષ્ય નિશ્ચિત છે અને તેના માટે તમે ખૂબ મહેનત કરવા તૈયાર છો તો કંઈજ અશક્ય નથી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો