વલસાડનો કળિયુગી કપૂત: વૃદ્ધ પિતાને દીકરો લાકડીથી માર મારતો હોવાનો વીડિયો વાયરલ, ઢસડીને ઘરે લઈ ગયો

વલસાડ જિલ્લાના મૂળી ગામ (Muli village of Valsad)માં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર (95 year old man beaten by son) મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો.

ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના છેવાડે આવેલા મુળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ હળપતિ (Bhikhabhai Halpati) પોતાના મોટા પુત્ર રમણ હળપતિ સાથે રહે છે. જોકે, રમણ હળપતિ અવારનવાર પોતાના વૃદ્ધ પિતા પર શારીરિક ત્રાસ ગુજારતો હતો અને પિતાને માર મારતો હતો. અવારનવાર પુત્રના હાથનો માર સહન ન ન થતાં તેઓ પોતાના નાના પુત્રના ઘરે ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધના પૌત્રની ફરિયાદ બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પિતાએ નાના પુત્રને ફરિયાદ કરી
પિતાએ નાના પુત્રના ઘરે જઈને પોતાના પૌત્રને પોતાના પર ગુજારવામાં આવતા ત્રાસ અંગે વાત કરી હતી. સાથે કહ્યું હતુ કે, મોટા પુત્ર રમણ હળપતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે હવે તેઓ કંટાળી ગયા છે અને નાના પુત્ર શંકર હળપતિના ઘરે રહેવા આવવા માંગે છે. આ સમયે જ વૃદ્ધનો મોટો પુત્ર રમણ હળપતિ નાના ભાઇના ઘરે આવી ગયો હતો.

પૌત્રએ વીડિયા ઉતારી લીધો
પિતાએ પરિવારજનોને કરેલી ફરિયાદ વિશે જાણીને રમણ હળપતિએ પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને બેરહમીથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેમને ફળિયાની વચ્ચેથી ઢસડીને ઘર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વૃદ્ધના પૌત્રએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જે બાદમાં આ પુરાવા સાથે વૃદ્ધને માર મારનાર પોતાના કાકા વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

પિતાને માર મારનાર કપૂતની ધરપકડ
વલસાડ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે પિતાને માર મારનારા આરોપી પુત્ર રમણ હળપતિની ધરપકડ કરી હતી. કપૂત પોતાના વૃદ્ધ પિતાને માર મારી રહ્યો છે તે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યા છે. પોતાના વૃદ્ધ માતા-પિતાને મારવાના અનેક ધૃણાસ્પદ વીડિયો અને ઘટના ધ્યાને આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો