આ તે કેવી કરૂણતા: એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કાર ઉપર બાંધીને સ્મશાન પહોંચ્યો દિકરો

ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોઈને મોત બાદ પણ કાધ મળતી નથી. આવી જ એક ઘટના બરેલી અને આગ્રામાં જોવા મળી છે. આગ્રામાં એક યુવકે તેના પિતાના મોત બાદ કાધ આપવા માટે ચાર લોકો પણ મળ્યા ન હતા. તો કારની છત પર મૃતદેહ સ્મશાન ઘાટ પહોંચાડ્યો, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

જ્યારે બરેલીમાં એક મકાન માલીકે તેના સંક્રમિત ભાડુઆતને મકાનમાંથી કાઢી મુક્યો છે. ભાડુઆત જ્યારે તેની માતા પાસે રહેવા ગયો તો તેની માતા પણ સંક્રમિત થઈ ગઈ. છેવટે બન્નેના મોત થયા. બન્નેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા.

આગ્રાઃ એમ્બ્યુલન્સ ન મળી તો કારની છત પર મૃતદેહ બાંધીને શ્મશાન ઘાટ પહોંચાડવામાં આવ્યો

આગ્રામાં જયપુર હાઉસ પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા મોહિતના પિતાને શનિવારે કોરોનાને પગલે મોત થયું હતું. ઘણા પ્રયત્ન કરવા છતાં મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. છેવટે મજબૂતને લીધે મોહિતે તેના પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને લઈ જવો પડ્યો હતો. લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કોરોનાને લીધા આગ્રામાં સતત મોત વધી રહ્યા છે. મૃતદેહોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળી રહી નથી. સ્મશાન ઘાટ પર પણ એમ્બ્યુલન્સમાંથી એક સાથે ત્રણ-ચાર મૃતદેહો ઉતારવામાં આવી રહ્યા છે.

ફરીદાપુરઃ સંક્રમિત થયાનું માલુમ પડતા મકાન ખાલી કરાવ્યું

ફરીદપુર તાલુકાના ખટેલી ગામના રહેવાસી રોહિતાશ ગુપ્તા (36 વર્ષ) અને તેની 65 વર્ષિય માતા પુષ્પા દેવીનું શનિવારે મોત થયું હતું. રોહિતાશ ફરીદપુરના મોહલ્લા બક્સરિયામાં એક મકાનમાં ભાડેથી રહેતો હતો. કેટલાક દિવસથી તેને શરદી-ઉધરસ અને તાવની ફરીયાદ કરતો હતો. આ માટે તેણે ડોક્ટરની દવા પણ લીધી હતી. કેટલાક દિવસ દવા લીધા બાદ જ્યારે તેને રાહત ન મળી તો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ડોક્ટરોએ હોમ આઈસોલેશનમાં રહેવા કહ્યું. આ દરમિયાન મકાન માલીકને જાણ થઈ તો તેણે મકાન ખાલી કરાવ્યું.

એક કલાકમાં માતા-દિકરાએ અંતિમ શ્વાસ લીધા

મજબૂરી હેઠળ રોહિતાશ તેની માતા પુષ્પા દેવી પાસે બિસલપુર રોડ પર રહેવા પહોંચ્યો. તેની માતા પણ બિમારી ધરાવતી હતી. રોહિતાશના સંપર્કમાં આવવાથી પુષ્પા દેવી પણ સંક્રમિત થઈ ગઈ. શનિવારે સવારે 6 વાગે પહેલા માતાએ અંતિમ શ્વાસ લીધા, ત્યારબાદ એક કલાકમાં રોહિતાશની પણ તબિયાત બગડી ગઈ અને તેણે પણ અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને મૃદેહોનું સેનિટાઈઝ કરી PPE કિટમાં પેક કરી પરિવારને સોંપી દીધા હતા.

સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ફરીદપુરના વડા ડો.બાસિત અલીએ જણાવ્યું કે રોહિતાશ અને તેની માતાની કોરોના સંક્રમણ અંગે તપાસ થઈ નથી. સંપૂર્ણ રેકોર્ડ તપાસવામાં આવ્યો છે. મોતના કારણોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ માટે સરવે પણ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો