‘હું નહીં બચું’, કોરોનાથી સાજા થયા બાદ ડરના મારે યુવકનું મોત, જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં માતા-પિતાના પણ મોત

કોરોના મહામારીમાં કોરોના રોગની સાથે કોરોનાનો ડર પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલામાં કોરોનાના ડરના કારણે જ રાઠોડ પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. પરિવારના યુવા પુત્રને કોરોના થયા બાદ સ્વસ્થ પણ થઈ ગયો હતો. યુવકના શરીરમાંથી કોરોનાના લક્ષણો અને રોગ તો દૂર થઈ ગયો, પણ રોગનો ડર દૂર ના થયો. જેના કારણે યુવકે ડોકટરને કહ્યું કે, ‘હું નહીં જીવું’. પોતાના મિત્રોને પણ ‘બાય-બાય’ના મેસેજ કર્યા અને ગણતરીની કલાકોમાં જ જીવ ગુમાવ્યો. જુવાનજોધ પુત્રના મોતના સમાચાર મળતા આઘાતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત પિતાએ પણ અનંતની વાત પકડી. પિતા-પુત્રના મોતના સદમામાંથી રાઠોડ પરિવારના સભ્યો બહાર આવે તેના પાંચ દિવસ બાદ માતાનું પણ નિધન થતા રાઠોડ પરિવાર પર આભા ફાટી પડ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના નહીં, કોરોના ડરના કારણે પરિવાર વેરવિખેર
અમરેલીના રાજુલાની શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અને મહેશ ડ્રાયક્લીનીંગ નામે દુકાન ચલાવતા મહેશભાઈ, તેમના પિતા ભૂપતભાઈ અને માતા વિમળાબહેન વીસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. ત્રણેય પરિવારજનોની રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રાજુલામાં તાઉ-તે વાવાઝોડાના કારણે વીજળી ગૂલ થતા તમામને ભાવનગર સારવાર માટે રિફર કરવામા આવ્યા હતા. અહીં મહેશભાઈ રાઠોડ સ્વસ્થ થયા હતા અને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. પરંતુ, તેઓ કોરોનાથી એટલા ડરી ગયા હતા કે સારવાર કરી રહેલા ડોકટરને સતત કહી રહ્યા હતા કે, ‘હું નહીં જીવું’. જો કે, ડોકટર્સ સતત હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ કોરોનાના ડરના કારણે મહેશભાઈ તેમના મિત્રોને પણ ‘બાય-બાય’ના મેસેજ કર્યો અને મેસેજ કર્યાના બીજા જ દિવસે તેમનું હાર્ટ બેસી જતા મોત નિપજ્યું.

જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં માતા-પિતાના મોત
25 મેંના દિવસે જુવાનજોધ પુત્રનું મોત નિપજ્યું હોવાની પિતા ભુપતભાઈને જાણ થતા પુત્રના મોતના આઘાતમાં તેમનું પણ નિધન થયું. કુદરત જાણે રાઠો઼ડ પરિવારની આકરી કસોટી લઈ રહ્યો હોય તેમ પુત્રના અને પતિના મોતના પાંચ દિવસ બાદ સારવાર લઈ રહેલા માતાએ પણ અનંતની વાટ પકડી. કરુણતા એ કે, રાઠોડ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા પણ ત્રણેયમાંથી એકનું પણ કોરોનાના કારણે નહીં પણ કોરોનાના ડર અને પરિવારજનોના મોતના આઘાતના કારણે નિધન થયા.

કોરોનાના ડરના કારણે મહેશ રાઠોડનું નિધન થતા તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો પત્નીએ પણ પતિની છત્રછાયા ગુમાવી છે. તો રાઠોડ પરિવારે તો માત્ર 6 દિવસમાં જ ત્રણ ત્રણ પરિવારના સભ્યો ગુમાવવાનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે.

​​​​​​​​​​​​​​મૃતક મહેશ રાઠોડ જે સોસાયટીમાં રહેતો હતો તેના જ પાડોશમાં રહેતા શિક્ષક ગોવિંદભાઈ ચાંદોરાએ કહ્યું કે, મહેશ હંમેશા સમાજ સેવા માટે આગળ રહેતો હતો.ગૌશાળા માટે પણ તે હંમેશા અલગથી રકમ કાઢતો અને સોસાયટીમાં જ્યારે પણ કોઈ કામ પડે ત્યારે તે ખડેપગે હાજર રહેતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો