વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યાનુસાર, સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારાજ ભોજનાલય શરૂ કરવામાં આવશે. હાલ સૌરાષ્ટ્રના અનેક તીર્થધામોમાં વિનામૂલ્યે ભોજનાલય ચાલુ છે. સોમનાથમાં પણ પૂ. ડોંગરેજી મહારાજ પ્રેરિત અન્નક્ષેત્ર ચાલે છે. ત્યારે હવે ખુદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે 11 થી બપોરે 3 અને સાંજે 7 થી રાત્રે 11 સુધી સોમનાથ આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદી પીરસશે.

હાલ ગુંદી-ગાંઠીયા આપવામાં આવે છે

હાલ સોમનાથમાં સહુને પરવડે એવા દરે 3થી 4 ભોજનાલયો ચાલી રહ્યા છે. જેમાં એક ભોજનાલય સોમનાથ ટ્રસ્ટ સંચાલિત છે. કદાચ આ ભોજનાલયના સ્થળેજ વિનામૂલ્યે ભોજન પીરસવાનું શરૂ થઇ શકે એમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત હાલ સોમનાથ આવતા યાત્રિકો માટે ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જ પીરસાય છે. જેનું કાઉન્ટર વીર હમીરજી ગોહિલની પ્રતિમાથી સિક્યોરિટી ગેઇટ જતા ડાબી તરફ આવેલું છે. ટૂંક સમયમાં તારીખ જાહેર થયા બાદ વિધિવત રીતે તેને કાર્યરત કરાશે.

સોમનાથ ટ્રસ્ટ 11 હજારમાં લગ્નનો હોલ આપશે

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટમાં કોઇપણ વ્યક્તિ રૂ. 11,000 ભરી લગ્ન માટે ટુરિસ્ટ ફેસીલિટી સેન્ટરનો નવો નકોર અદ્યતન હોલ લગ્નવિધિ માટે મેળવી શકશે. જેમાં ગોર મહારાજ, બાજોઠ, ખુરશીઓ, રહેવા, જાનનો ઉતારો, લગ્નવિધીનું સર્ટીફિકેટ, ડ્રેસીંગ રૂમ જેવી વ્યવસ્થા મળશે. જેના નિયમો પણ બનાવાઇ રહ્યા છે. સંભવત: હોળાષ્ટક કમુરતાં બાદ આ યોજનાને આખરી મહોર લાગી જતાં તે શરૂ કરી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો