કોરોના સામેની લડાઇમાં ગુજરાતના મંદિરોએ વહાવ્યો દાનનો ધોધ, સોમનાથ અને અંબાજી મંદિરે કર્યું 1-1 કરોડ રૂપિયાનું દાન

હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સામે જંગ ચાલી રહી છે. કોરોના સામેની જંગમાં લોકો દાનનો ધોધ પણ વહાવી રહ્યા છે. નેતાઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓએ પોતાનો પગાર કોરોના સામેની જંગ માટે દાન કર્યો છે. તેવામાં હવે કોરોના સામેના આ મહાયુદ્ધમાં ગુજરાતના મંદિરો પણ આગળ આવ્યા છે. અંબાજી મંદિર અને સોમનાથ મંદિર દ્વારા 1-1 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની મહામારીને લઈ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમનાથ મહાદેહ મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે. લોકોની સુખાકારીને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ અંબાજી મંદિર દ્વારા પણ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો સંકટના આ સમયમાં માનવતા પણ મહેકી ઉઠી છે. મંદિરો દ્વારા દાન તો વહાવવામાં આવી જ રહ્યું છે પણ સાથે જ વતનની વાટે નીકળેલાં શ્રમિકો માટે પણ ફૂડ પેકેટ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સંકટના આ સમયમાં માણસ બીજા માણસની સહાયમાં આગળ આવી રહ્યો છે. અને કોરોના સામેની જંગ જીતવા માટે તમે પણ સીએમ રાહતનિધિ ફંડમાં દાન કરી શકો છો. અને આ દાન કરવાથી તમને ઈન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવશે.

ટ્રસ્ટનું લીલાવતી ભવન ક્વોરોન્ટાઇન માટે રિઝર્વ રાખવામાં આવ્યું

સ્થાનિક સોમનાથ વેરાવળ ખાતે જરૂરીયાતમંદોને ફૂડ પેકેટ તેમજ માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા વેરાવળ પાટણ ખાતે, સરકારી હોસ્પિટલ, ફરજ પરના પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તેમજ જરૂરીયાતવાળા વિસ્તારમાં ગાંઠીયાના 2 હજાર પેકેટ, તેમજ લાડુપ્રસાદીના 7 હજાર પેકેટ વિતરણ કરવામાંઆવ્યા છે. ઓરીસ્સાના 80 જેટલા યાત્રિકોને ટ્રસ્ટના સાંસ્કૃતિક ભવનમાં ઉતારો આપી તેઓ માટે ચા-પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સાથે સંકલનકરી ફૂડ પેકેટ વિતરણ માટે ટ્રસ્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ક્વોરન્ટાઈન માટે ટ્સ્ટનું લીલાવતી ભવન પણ જિલ્લા વહીવટી તંત્રની સુચના મુજબ રીઝર્વ રાખવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે પૌષ્ટીક આહાર વિતરણ કરવાની કામગીરી કે દિવ્યાંગો માટેના વિનામુલ્યે કેમ્પ, મેડિકલ કેમ્પ તેમજ રોજગારલક્ષી તાલીમ સ્થાનિકોને આપી પગભર કરવાના અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો