માનવતાને શર્મસાર કરતી ઘટના, સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવ્યું અને પછી…

ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શરમમાં મૂકે એવી ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે તે મરવા માટે નદીમાં જઈને ઊભી રહી ગઈ. આ મામલો ગત ગુરુવારનો છે. જેમાં ગંભીર રીતે ઘાયલ હાથણીનું ગત શનિવારે મોત થઈ ગયું. જાનવર ખૂબ જલ્દી મનુષ્ય પર ભરોસો કરી લે છે, પરંતુ એવામાં મનુષ્ય તેમની સાથે શું કરે છે. આ ઘટનાએ જાનવરોની સુરક્ષા પર પ્રશ્નચિન્હ લગાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગર્ભવતી હાથણી ખાવાની શોધમાં આવી હતી શહેર તરફ

મૂળે, આ હાથણી ખાવાની શોધમાં ભટકતી ભટકતી 25 મેના રોજ જંગલની પાસેના ગામમાં આવી હતી. ગર્ભવતી હોવાના કારણે તેને પોતાના બાળક માટે ખાવાની જરૂર હશતી, તે સમયે કેટલાક લોકોએ તેને અનાનાસ ખવડાવી દીધું. ખાતાની સાથે જ તેના મોંમાં વિસ્ફોટ થયો, જેના કારણે તેનું જડબું ખરાબ રીતે ફાટી ગયું અને તેના દાંત પણ તૂટી ગયા. દર્દીથી પીડાતી હાથણીને જ્યારે કંઈ સમજમાં ન આવ્યું તો તે વેલિયાર નદીમાં ઊભી થઈ ગઈ. તે આખો સમય વારંવાર પાણી પીતી રહી.

હાથણી ત્રણ દિવસ નદીમાં ઊભી રહી

હાથણીનું દર્દ એટલું અસહ્ય હતું કે તે ત્રણ દિવસ નદીમાં ઊભી રહી, અંતે જિંદગીનો જંગ હારતાં તેનું મોત થયું. વન વિભાગના અધિકારીઓ મુજબ તેની ઉંમર 14-15 વર્ષ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર તેને મદદ ન પહોંચાડી શકાઈ. હાથણીની જાણકારી મળતાં વન વિભાગના કર્મચારી તેને રેસ્ક્યૂ કરવા પહોંચ્યા. પરંતુ તે પાણીની બહાર આવી જ નહીં અને શનિવારે તેનું મોત થઈ ગયું.

ફેસબુક પોસ્ટથી ઘટના સામે આવી

વન વિભાગના અધિકારી મોહન કૃષ્ણન્નએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી જણાવ્યું કે આ માદા હાથી ભોજનની શોધમાં ભટકતા જંગલની પાસે આવેલા ગામમાં આવી હતી. તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ઘાયલ થયા બાદ હાથણી એક ગામથી ભાગતી જોવા મળી પરંતુ તેણે કોઈને ઈજા પહોંચાડી નહીં.

લખી ભાવનાત્મક પોસ્ટ

મોહન કૃષ્ણન્નએ એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી, તે ગંભીર રીતે ઘાયલ હતી તેમ છતાંય તેણે કોઈને નુકસાન ન પહોંચાડ્યું અને ન તો હુમલો કર્યો. મનુષ્ય પર વિશ્વાસ મૂકવાની તેને સજા મળી, તે ભલાઈનું ઉદાહરણ હતી. આ તસવીરોમાં તેનું દર્દ કેદ નથી થયું.

(સાભારઃ મોહન કૃષ્ણનના ફેસબુક પેજથી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો