સોલર પેનલ ફિટ કરાવી ફ્રીમાં વાપરો વીજળી, એક કિલોવોટની સિસ્ટમમાં ઘરનાં તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સરળતાથી ચાલશે

‘70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઘરમાં એક વખત સોલાર પેનલ લગાવી તો 25 વર્ષ સુધી વિના મૂલ્યે વીજળીનો ઉપયોગ કરી શકાશે. સાથે સાથે પર્યાવરણ બચાવવામાં પણ મદદ થઈ જશે. સોલર પેનલ ફિટ કરાવી હશે તો રોજની 12થી 16 પેનલ જેટલી વિજળી ઉત્પન્ન થશે. સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીનો ઉપયોગ ન કરી શકો તો ગવર્મેન્ટ આ વીજળી તમારી પાસેથી ખરીદી લેશે.’ ચેમ્બર ઓફ કોમર્સમાં એનર્જી કન્ઝર્વેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું..

એક કિલોવોટ ક્ષમતાની સિસ્ટમમાં ઘરનાં તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સરળતાથી ચલાવી શકાય છે

સોલર પેનલનું આયુષ્ય 25 વર્ષ હોય છે:

સોલર પેનલનું આયુષ્ય 25 વર્ષ હોય છે. જે વીજળી તેમને સૌરઉર્જા મળશે તેની પેનલ ધાબા પર લગાવવી પડશે. એક પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલો વોટની ક્ષમતા વાળા હશે. આ વીજળી ન માત્ર નિઃશુલ્ક હશે પરંતુ પ્રદૂષણ મુક્ત પણ હશે.

આ રીતે ફિટ કરાવી શકાય સોલર પેનલ સિસ્ટમ:

સોલર પેનલ ફિટ કરવા માટે એસએમસીની વેબસાઈટ પર એપ્લાય કરવું પડે છે. ત્યાર બાદ ડિલર સંપર્ક કરશે. ત્યાર બાદ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું ફોર્મ ભરી એનાં પર ડિલરનાં સહિ સિક્કા કરાવી જીઇબી અથવા ટોરેન્ટમાં સબમિટ કરાવવાનું રહેશે. જીઇબીમાંથી પરમીશન આવ્યા બાદ સોલર પેનલ લગાવી શકાશે.

70 હજારનો ખર્ચ કરી 25 વર્ષ સુધી ફ્રીમાં વીજળી વાપરો,

10 વર્ષમાં બદલવી પડશે બેટરી:

સોલર પેનલમાં મેઈન્ટેનન્સનો ખર્ચ આવતો નથી. પરંતુ દર 10 વર્ષે એકવાર બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ આશરે 20,000 રૂપિયા આવે છે. સોલર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.

એર કન્ડીશનર પણ ચાલશે:

એક કિલોવોટ ક્ષમતાની સોલર પેનલમાં ખાસ કરીને એક ઘર માટે જરૂરી વીજળી મળી જાય છે. જો એક એર કન્ડિશનર ચલાવવું હોય તો બે કિલોવોટ, બે એર કન્ડિશનર ચલાવવા હોય તો ત્રણ કિલોવોટની સોલર પેનલની જરૂર પડશે. એકવાર સોલર પેનલમાં રોકાણ કરવું પડશે. તેનો ખર્ચ આશરે 70 હજાર રૂપિયા થશે. આ પછી તમે 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકશો.

બેન્કમાંથી મળશે હોમ લોન:

સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે ખર્ચ 70 હજાર રૂપિયાથી વધારે થતો નથી. આ માટે તમે કોઈ બેન્કમાંથી હોમ લોન પણ લઈ શકો છે.

એક કિલોવોટ સોલર પાવરમાં એસી પણ ચાલે

અભિષેક મોદી કહે છે કે, ‘મારા ઘરમાં 60 કિલો વોટની સોલર પેનલ લગાવી છે. સોલર પેનલને લઈને લોકોની ઘણી માન્યતાઓ છો. સોલર પેનલ દ્વારા જ એસી, ટીવી, ફ્રિજ સહિત તમામ ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે. એક કિલોવોટની સોલર પ્લાન્ટ માત્ર 60થી 70 હજાર રૂપિયામાં ગમે ત્યાં ઈન્સ્ટોલ કરી શકાય છે. જેમના ઘરે થઈ શકે એવા લોકોએ સોલાર પેનેલ લગાવવી જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો