અમદાવાદમાં સોલા સિવિલે યુવકને 5 દિવસથી તાવ-શરદી- ઉધરસ અને ગળામાં બળતરા થતી હોવા છતાં કોરોના ટેસ્ટની સ્પષ્ટ ના પાડી દીધી

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ટેસ્ટિંગ ન કરાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા યુવકને છેલ્લા પાંચ દિવસથી તાવ, શરદી- ઉધરસ અને ગળામાં બળતરાની તકલીફ થતા આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા ગયો હતો. પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તપાસ કરી યુવકના ટેસ્ટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ દવા આપી ઘરે મોકલી દીધો હતો. યુવકને અત્યારે ગળામાં ખૂબ જ બળતરા અને તકલીફ થઈ રહી છે પરંતુ ડોકટરોએ ટેસ્ટ માટે ના જ પાડી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડોક્ટરે દવા આપી કહ્યું વધારે થાય તો આવજોઃ રોહન

ભાજપના નેતાઓને બે દિવસ તાવ આવે તો તરત ટેસ્ટ કરી રિપોર્ટ આપી દે છે. પરંતુ પાંચ દિવસથી તાવ અને શરદીથી બીમાર યુવકને ટેસ્ટ માટે ના પાડી દેવાય છે. ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે રહેતા રોહન કુમાવત નામના યુવકે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી મને તાવ, શરદી- ઉધરસ અને ગળામાં દુઃખાવો છે. ખાનગી ડોકટર પાસેથી દવા લીધી હતી. આજે ખૂબ જ બળતરા થતા અને ન રહેવાતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ માટે ગયો હતો. જ્યાં ડોકટરોએ થર્મલ ગનથી તપાસ કરી અને દવા આપી હતી અને કહ્યું હતું કે વધારે થાય તો આવજો. છેલ્લા કેટલાય દિવસથી તકલીફ હતી અને આજે ટેસ્ટ માટે ગયો તો પણ ના પાડી દીધી હતી. દવા તો હું ખાનગી ડોકટર પાસેથી લેતો જ હતો.

હાલમાં રોહનને ગળામાં ખુબ જ તકલીફ

રોહનને કોરોનાનાં ટેસ્ટની ના પાડતા ઘરે આવી ગયો હતો. હાલમાં રોહિતને ગળામાં ખુબ જ તકલીફ પડી રહી છે. 104માં પણ ફોન કર્યો તો તેઓ અમે આવીશું એવું કહી દીધું હતું. એક – બે દિવસમાં આવવાનું કહ્યું છે. ત્યાં સુધી તેની હાલત વધુ ખરાબ થાય તો તેના માટે જવાબદાર કોણ ? સોલા સિવિલ હોસ્પિટલની આવી બેદરકારીના કારણે હાલ તેની હાલત વધુ ખરાબ થઈ રહી છે. છેવટે તેણે મદદ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવી પડી છે.

એગ્રેસિવ ટેસ્ટિંગ એક માત્ર ઉપાયઃ સિનિયર ફિઝિશિયન વસંત પટેલ

અમદાવાદના સિનિયર ફિઝિશિયન વસંત પટેલનું કહેવું છેકે, WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે ટેસ્ટ વધારીશું તો કોરોના કયા વિસ્તારમાં વધારે ફેલાયો છે, તે નક્કી કરી તેની સામે લડી શકાશે. કોરોના સામેની લડાઈ જીતવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ એક માત્ર ઉપાય છે. જો કોઇ પેશન્ટનું ઓપરેશન કરવું હોય તો ટેસ્ટ કરવો ફરજિયાત છે, પણ સરકાર દ્વારા ટેસ્ટની પરવાનગી આપવામાં આવતી નથી. ત્રણ-ત્રણ દિવસથી ખાનગી ડોક્ટરે દર્દીના ટેસ્ટની મંજૂરી માગી હોવા છતાં મંજૂરી મળતી નથી. ટેસ્ટ પ્રક્રિયાને બ્રેક કરી સરકારે પ્રજા અને ડોક્ટરનું અહિત કર્યું છે. લોકાડઉન સોશિયલ ડિસ્ટન્સિંગનો પોર્ટ છે, લોકોએ તેને પાળ્યું પરંતુ જે એગ્રેસિવ ટેસ્ટિંગ થવું જોઇએ એ થયું નથી. જે વિસ્તારમાં કોવિડ પેશન્ટ હોય ત્યાં ખાનગી પ્રેક્ટિશનરોને સાથે લેવા પડશે. ટેસ્ટિંગની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો