સોલા સિવિલનો ‘અન્નકાંડ’: કેન્ટીનમાં પગથી બટાટાં છૂંદાતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ

શહેરની અનેક દુકાનો અને જગ્યાઓમાં જમવામું કેવી રીતે બનાવવામાં આવે છે તેના અનેક વીડિયો વાયરલ થયા છે. આવો જ સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. જેના કારણે ત્યાં રહીને જમતા મેડિકલનાં વિદ્યાર્થીઓમાં ઘણો જ આક્રોષ વ્યાપ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનાં ફૂડ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અતિશય ગંદકી જોવા મળી હતી, જેથી કેન્ટીનને સીલ મારવામાં આવી છે.’

આ અંગે વિદ્યાર્થીઓ જણાવ્યું કે, ‘અહીં વર્ષોથી આવું જ જમવાનું બને છે. અહીંનું ખાવાનું ગળાની નીચે ઉતરે તેવું નથી હોતું. જેના કારણે અમે અહીં જમતા નથી પરંતુ બહારથી મંગાવીએ છીએ.’

બીજી તરફ કેન્ટીન સંચાલકે જણાવ્યું કે, ‘વિદ્યાર્થીઓને અમે સ્વચ્છ અને સારુ ભોજન આપીએ છીએ. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પગથી બટાકા ગૂંદતા નથી પરંતુ નવા બટાકામાંથી માટીને ધોવામાં આવી રહી છે. અમને બદનામ કરવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો