રાજકોટમાં પોલીસે દુકાનદારને ધમકાવી દુકાનનું તાળું ખોલાવ્યું, તમાકુ, સિગારેટ અને સોપારીનો કોથળો ભરી લઈ ગઈ
લૉકડાઉનની કપરી સ્થિતિમાં પોલીસના બે સ્વરૂપ જોવા મળ્યા છે. એક તરફ તે નિરાધાર લોકોની મદદે આવી છે તો બીજી તરફ રસ્તા પર નાના રેકડીવાળાઓ પર રોફ જમાવી રહી છે. આવી કર્ફ્યૂ ભરી સ્થિતિમાં એમનું સારૂં-નરસું વર્તન સતત ચર્ચામાં રહ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ પાન-મસાલાના બંધાણીઓ સામે આંખ લાલ કરી રહી છે. પરંતુ, બંધાણીઓને શ્રેણીમાં કેટલાક પોલીસકર્મીઓ પણ આવે છે. જેના કારણે વર્દીના પાવરમાં તેઓ કેટલાક પગલાં લઈને સમગ્ર ડિપાર્ટમેન્ટને નીચા જોણું કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લૉકડાઉનના સમયમાં પાન-મસાલાની દુકાન ફરજિયાત પણ બંધ રાખવાનો આદેશ છે. જેના કારણે બંધાણીઓની સ્થિતિ કફોડી થઈ રહી છે. બીજી તરફ વેપારીઓ પણ બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે. રાજકોટ SOGએ જંક્શન પ્લોટ વિસ્તારના મેઈન રોડ પર એક દુકાનદારને ધમકાવીને અડધી રાત્રે દુકાનનું તાળું ખોલાવી તમાકુ તથા સોપારીના બે બાચકા કારમાં ભરી ગયા હતા. તા.29 એપ્રિલાના બુધવારે રાત્રીના 11.00 વાગ્યે SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તથા સાથી મિત્રો-કર્મીઓ એક બ્રેઝા કારમાં આવ્યા હતા. જંક્શન પ્લોટના મેઈન રોડ પરની પાનની દુકાને પહોંચ્યા અને દુકાન ખોલાવી હતી. વીજપોલ પાસે કાર પાર્ક કર્યા બાદ અન્ય એક કાર આવી જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીઓ ઊતર્યા. બ્રેઝા કારમાં કર્મીઓ પોતાની સાથે એ વેપારીને સાથે લાવ્યા હતા.
ત્યાર બાદ બંધ દુકાન ખોલાવી સોપારી તમાકુ આપવા માટે દબાણ કર્યું હતું. પછી ભાજપ અગ્રણીનો ભાઈ આવ્યો અને વેપારીને દબાણ કર્યું. થોડા સમય સુધી રકઝક ચાલ્યા બાદ તેઓ દુકાનમાંથી સિગારેટ, સોપારી અને તમાકુનો કોથળો ભરીને લઈ ગયા. અડધો કલાક સુધી જંક્શન પ્લોટ પર આ માહોલ જોવા મળ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, પાન-મસાલાની સામગ્રીના કાળા બજાર ન થાય એ માટે ભાજપ અગ્રણીના ભાઈએ પોલીસના કાને વાત નાંખી હતી.
તેને વેપારીની પણ ચોક્કસ વિગત આપી હતી અને પૂરતો સ્ટોક હોવાનું જણાવ્યું હતું. દબાણ કરતા તે માની જશે એવી પણ સ્પષ્ટતા કરી હતી. તમારા પાસેથી ગેરકાયદેસર જથ્થો પકડાયો છે એ વાતથી વેપારીને ધમકાવ્યા હતા. પછી વેપારીએ એ આગેવાનને ફોન કર્યો હતો. પણ આ એક પૂર્વ આયોજિત આયોજન હતું. એક તરફ પોલીસ છુપી રીતે પાન-મસાલા વેચતા અને એ માટે બહાર નીકળતાને ફટકારી રહી છે. બીજી તરફ આ રીતે ધમકાવીને શું એ પોતાના માટે સ્ટોક કરી રહી છે? આ પ્રશ્ન રાજકોટમાં ચર્ચાય રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

