રાજકોટમાં બેઠા-બેઠા અમેરીકન નાગરીકો પાસેથી હજારો ડોલર પડાવતા શખ્સોને ઝડપી પાડયા, જાણો કઈ રીતે કરતા છેતરપિંડી

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી પાડયા છે. ત્યારે એસઓજી દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

થોડા સમય પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર કચેરી થી માત્ર 300 મીટર દૂર કોલ સેન્ટર ના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારી 4 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.

ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, પીએસઆઇ અસલામ અન્સારી અને તેમની ટીમના વિજેન્દ્રસિંહ ઝાલા તેમજ અઝહરુદ્દીન બુખારીને બાતમી મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરીપર ગામના એક મકાનમાં ચાર જેટલા શખ્સો કોલ સેન્ટર ના માધ્યમથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

ત્યારે એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતાં ઘટના સ્થળે થી મનોજ સત્ય રામ શર્મા, રતન શત્રુઘન ભાઈ કરણ, વિકી સંજયભાઈ સિંહ તેમજ સાહિલ અરવિંદભાઈ ઓડ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓ અમેરિકન નાગરિકો ના મોબાઈલ નંબર તેમજ ડેટા મેળવી સ્ક્રિપ્ટ તૈયાર કરી અમેરિકન નાગરિકોને પર્સનલ વિગત ની વેરીફાઈ અમેરિકામાં સ્થિત એસ.કેસ એક્સપ્રેસ તથા સ્પીડ કેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક અમેરિકન નાગરિકોને ભારતમાંથી (textnow) તથા (8*8) વર્ક નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઈન્ટરનેટની મદદથી કોલિંગ મેસેજ કરી અમેરિકન નાગરિકોને કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપતા હતા. તો સાથે જ સોશ્યલ સિક્યુરિટી નંબર ના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઈટએડ ના ગિફ્ટ વાઉચર ખરીદી અનેક અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી હજારો ડોલર પડાવી લીધા છે.

ત્યારે હાલ ચારેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી તેમની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ તેમના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાતા તેઓ છેલ્લા કેટલાક સમયથી કોલસેન્ટર ચલાવતા હતા? તેમના આ ગુનાહિત કૃત્યોમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમતે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. ત્યારે પોલીસે હાલ આરોપીઓ પાસે રહેલ લેપટોપ, રાઉટર, મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો