કોરોના સામે લડતાં અમદાવાદના આ પતિ-પત્નીની સાથે સોસાયટીએ કરેલા વર્તન વીશે જાણીને આખો દેશ દુ:ખી થશે
22મી માર્ચે જનતા કરફ્યુના દિવસે પીએમ મોદીએ લોકોને કોરોના વાયરસ સામે લડતાં તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે થાળી કે તાળી વગાડવા કહ્યું હતું. જેને દેશભરમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પણ અમદાવાદમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને ખુદ વડા પ્રધાન મોદી પણ દુખી થઈ જશે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં અને હોસ્પિટલમાં કામ કરતાં પતિ-પત્નીને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
હાલ કોરોના વાયરસની મહામારી સામે પોતાનો જીવ જોખમમાં મૂકી હોસ્પિટલનાં ડોક્ટરો અને કર્મચારીઓ સહિત પોલીસ જવાનો અને સરકાર દિવસ રાત મહેનત કરી રહી છે. અને લોકોને કોરોના વાયરસની મહામારીથી કેવી રીતે બચાવવા તેના માચે પોતાના જીવની પરવાહ કર્યા વિના કામ કરી રહ્યા છે. તેવામાં અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં સમેશ નાયર અને તેની પત્નીને હોસ્પિટલમાં કામ કરતાં હોવાથી સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સમેશ નાયર અને તેમના પત્ની GCS હોસ્પિટલમાં કામ કરે છે અને કૃષ્ણનગરમાં આવેલી એક સોસાયટીમાં રહે છે. હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તેવામાં સોસાયટીમાં રહેતાં લોકોએ આ બંને પતિ-પત્નીને સોસાયટીમાં જ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, પણ સોસાયટીનાં લોકોએ આ બંને પતિ-પત્નીને મારવાની અને પાણીનું કનેક્શન કાપી સોસાયટીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી છે. જેને પગલે આ બંને પતિ-પત્ની કૃષ્ણનગર પોલીસ સ્ટેશને મદદ માટે પહોંચ્યા હતા.
પીએમ મોદીએ હજુ રવિવારે જ કોરોના સામે લડતાં યોદ્ધાઓ માટે આભાર વ્યક્ત કરવા જણાવ્યું હતું. ત્યારે અમદાવાદના આ કિસ્સાએ માનવતાને શર્મસાર કરી છે. જે વ્યક્તિ પોતાના જીવની પરવાહ કર્યા વગર અનેક લોકોનાં જીવન બચાવી રહ્યો છે તેઓ સામે આ પ્રકારનો અત્યાચાર કરવો એ સભ્ય સમાજને કલંકિત કરે છે. એકબાજુ લોકો આ યોદ્ધાઓ માટે તાળીઓ વગાડે છે અને તે લોકોને પોતાના ઘરમાં પણ ઘૂસવા નથી દેવાતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

