કોરોનાને હરાવવાની અનોખી પહેલ: મુંબઈ અને પુણેમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે
મુંબઈના ઘણા વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસ રોકવા સ્માર્ટ હેલમેટથી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્પેશિયલ હેમલેટથી ઓછા સમયમાં વધારે સ્ક્રીનિંગ શક્ય બન્યું છે. તેની મદદથી 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી શકાય છે. સ્ક્રીનિંગની મદદથી કોઈ પણ વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી વધારે છે કે નહિ તે જાણી શકાય છે. કારણ કે તાવ આવવો કોરોનાનું જ એક લક્ષણ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હેલમેટનું વર્કિંગ
આ હેલમેટ એકસાથે ઘણા લોકોના ડેટા ભેગા કરે છે. તેને સ્માર્ટવોચ સાથે જોડેલું છે. હેલમેટમાં આવેલા કેમેરા સામે જ્યારે કોઈ જોવે છે ત્યારે તેના શરીરના ટેમ્પરેચરનો ડેટા સ્માર્ટવોચમાંઆવી જાય છે. 1 સેકન્ડમાં 13-14 લોકોનું સ્ક્રીનિંગ કરી શકાય તેટલી ઝડપ છે.
ભારતીય જૈન સંઘ અને BMCનું ‘મિશન ઝીરો’
ભારતીય જૈન સંઘે BMCને હાલમાં 4 સ્માર્ટ હેલમેટ ડોનેટ કર્યા છે. તેમાંથી બેનો ઉપયોગ મુંબઈ અને બાકીના બેનો ઉપયોગ પુણેમાં કરવામાં આવી રહ્યો છે. ભારતીય જૈન સંઘ અને BMC ભેગા મળીને ‘મિશન ઝીરો’ ચલાવી રહ્યા છે. જેનો લક્ષ્ય રાજ્યમાં કોરોનાના કેસ શૂન્ય કરવાનો છે. આ મિશનની શરૂઆત જૂન મહિનાથી થઇ હતી.
કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉપયોગ
હાલ માટે સ્માર્ટ હેલમેટનો ઉપયોગ કન્ટેન્મેન્ટ ઝોનમાં જ કરવામાં આવી રહ્યો છે, જેથી વધારેમાં વધારે કેસને ઓળખીને મિશન ઝીરોના લક્ષ્ય સુધી પહોંચી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

