કોરોના મહામારી પછી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવામાં ભારતના છ રાજ્યો આગળ નીકળ્યાં, ગુજરાત ઊંઘતું રહ્યું!

કોરોના મહામારી પછી અનેકવિધ વૈશ્વિક કંપનીઓને ચીનની બહાર નીકળવું છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં સૌથી મોટા કન્ઝયુમર ગ્રૂપમાં મોબાઇલ- સ્માર્ટફોન અને તેના ઉપકરણોનો સમાવેશ થાય છે. જેનું અધિકાંશ ઉત્પાદન ચીનમાં થાય છે. આવી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવામાં ભારતમાં છ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. જો કે, ગુજરાતમાં તેની કોઈ જ ચહલ-પહલ નથી જાણે વાઈબ્રન્ટ સ્ટેટ ઊંઘતું રહ્યું હોય તેવો માહોલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભારત સરકારે બીજા દેશો પરની નિર્ભરતા ઘટાડવા અનેક પગલાં ભર્યા હતા. જેમાં ચીનથી આવનારા ઉદ્યોગો માટે રૂ.૪૪ હજાર કરોડની સહાય જાહેર કરી હતી. પ્રોડક્ટ- લીંકેડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ તરીકે જાણીતી આ પ્રોત્સાહક સહાય યોજનાને આધારે સ્થાનિક સ્તરે કન્ઝયુમર આઈટમો સહિતનું મેન્યુફેક્ચરિંગ વધારીને સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરીને નિકાસ વધારવાની ગતિને બળ અપાયું છે.

આ સ્કીમના લાભો સાથે ચીનની બહાર નીકળવા મચી રહેલી મોબાઈલ કંપનીઓને ભારતમાં આકર્ષવા ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યો PLI સ્કીમ ઉપરાંત પોતાના તરફથી વધારે ઈન્સેન્ટિવ સાથે ઓફરો કરી રહ્યાં છે. ૧૦ જેટલી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવા આ તમામ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.

આઈફોન બનાવતી પેગાટ્રોન મોબાઈલ કંપની ભારતમાં પહેલો પ્લાન્ટ સ્થાપવા વિચાર કરી રહ્યાંના અહેવાલો વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે ક્ષણભરનો વિલંબ કર્યા વગર આ કંપનીને મૂડી રોકાણના ૨૦ ટકા ઈન્સેન્ટિવ અને જમીનમાં ૨૫ ટકા સબસિડી આપવાની ઓફર સાથે પત્ર પણ લખી મોકલ્યો છે. માત્ર પેગાટ્રોન જ નહી એપલને પણ ઉત્તરપ્રદેશ સરકારે આવી જ ઓફર કરી છે. ઉત્તરપ્રદેશ સરકારને તો સેમસંગ પાસે પણ વધુ મુડીરોકાણની આશા છે. સેમસંગનો એક પ્લાન્ટ પહેલાંથી જ નોઈડામાં કાર્યરત છે.

તમિલનાડુ સરકારે પણ સેમસંગ અને ફોક્સકોન જેવા સ્માર્ટ મોબાઈલ ફોન મેન્યુફેક્ચર બ્રાન્ડને પોતાના રાજ્યમાં પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું છે. જો કે, આ બેઉ રાજ્યો કરતા જ્યાં સૌથી શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બેસ્ટ પોલિસી, સ્કિલ્ડ મેન પાવર હોવાનો દાવો થતો રહ્યો છે તે ગુજરાતમાં આ દિશામાં ખાસ કોઈ વાઈબ્રન્સી ન હોય તેવો માહોલ છે. મોબાઈલ ઉત્પાદકોએ હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ ભારત સરકારની PLI સ્કીમ અને છ રાજ્યો વચ્ચેની સ્પર્ધામાં લાખો રોજગારીનું સર્જન કરતા મોબાઈલ ઉત્પાદકો ક્યાં નજર ઠેરવી સ્થિર થાય છે તેના ઉપર સૌની નજર છે.

ના અમે જાગીએ જ છીએ, ધોલેરામાં જગ્યા દેખાડી છેઃ ઉદ્યોગ અગ્રસચિવ

મોબાઈલ કંપનીઓને આકર્ષવા છ રાજ્યોમાં ચાલી રહેલી સ્પર્ધામાં ગુજરાત ક્યાંય દૂર દૂર સુધી કેમ દેખાતું નથી ? રાજ્યના ઉદ્યોગ અગ્રસચિવ મનોજ દાસે કહ્યું કે, ‘બધી જ કંપનીઓ દેશના વિવિધ રાજ્યોમાં તપાસ કરી રહી છે. ગુજરાતે પણ એપ્રોચ કર્યો અને ધોલેરામાં જગ્યા પણ બતાવી છે, વાટાઘાટો ચાલુ છે અને અમે જાગીએ જ છીએ’ જો કે તેમણે ઉત્તરપ્રદેશ, તમિલનાડુની જેમ કઈ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ધોલેરામાં જગ્યા જોઈ તેના નામનો ફોડ પાડયો નહતો !

સૌથી મોટું માર્કેટ, સૌની જરૂરિયાત અને ૯ લાખથી વધુ નોકરીનું સર્જન

સાંપ્રત સમયમાં ભારતીય કન્ઝયુમર માર્કેટમાં મોબાઈલનો હિસ્સો સૌથી વધુ છે. આસ્તે આસ્તે સૌની જરૂરિયાત તરફ આગળ વધી રહેલા મોબાઈલનો વપરાશને કારણે તેનું માર્કેટ, સેવાઓમાં વૃદ્વિ થશે તે નિશ્ચિત છે. તેવામાં ભારત સરકારે જાહેર કરેલી PLI સ્કીમ હેઠળ વિશ્વની ૨૨ કંપનીઓ આવનારા પાંચ વર્ષમાં ૧૧.૫ લાખ કરોડ મોબાઈલ ફોન અને તેને સંલગ્ન ઉપકરણો બનાવશે. આ સ્કીમથી પ્રત્યેક્ષપણે ૩ લાખ અને તેને અપ્રત્યક્ષપણે ૯ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે.

ભારતમાં મોબાઈલ ઉત્પાદન માટે રસ ધરાવતી કંપનીઓ

૧ સેમસંગ

૨ ફેક્સકોન હોન હે

૩ રાઈઝિંગ સ્ટાર

૪ વિસ્ટ્રોન

૫ પેગાટ્રોન

૬ લાવા

૭ ડિક્સન ટેકનોલોજીઓ

૮ માઈક્રોમેક્સ

૯ પોઝેટ ઈલેક્ટ્રોનિક્સ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો