પ્રેમાંધ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની બેરહેમથી હત્યા કરી: સાયલાના ઢાંકણિયાની વાડીમાં સૂતેલા પતિ ઉપર બેસી જઈ પત્નીએ પ્રેમી સાથે મળી પોતાની સાડીથી ગળેફાંસો આપી કાસળ કાઢ્યું

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના કોળી પરીવારના જેમાભાઈ રૂપાભાઈ વાધેલા ઉ.વ.52 ઢાંકણીયા ગામે ભાગવી ખેતી રાખી પોતાનું તથા પરીવારનું ગુજરાત ચલાવતા હતા. તેમના લગ્ન આશરે અઢારેક વર્ષ પહેલા રેખાબેન સાથે થયા હતા. ત્રણ સંતાનો ના સુખી દામ્પત્યજીવનમાં પત્ની રેખાબેનને આશરે બે વર્ષ પહેલા થાનગઢ તાલુકાના સોનગઢ ગામના ભરત ભોપાભાઈ રંગપરા સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે અનૈતિક સંબંધની શરૂઆત થવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બન્ને પ્રેમી પંખીડાઓ અવાર નવાર ગામમાં મળતા હતા. તેમજ ફોનમાં વાત કરતા હતા. કામાંધ પત્ની રેખા તેમજ તેનો પ્રેમી ભરત સાથે જિંદગી જીવવાના સપના જોતા હતા. પરંતુ તેનો પતિ જેમાભાઈ વચ્ચે નડતરરૂપ હોય તેનું કાસળ કાઢી નાખવાનું બન્નેએ નક્કી કર્યું હતું.

ગત તારીખ 13,05,2021ના રોજ મોકો જોઈ રેખાએ તેના પ્રેમીને ફોન કરી વાડીએ આવવાનું કહ્યું હતું. ફોનમાં વાત થયા મુજબ બન્ને પતિ પત્ની વાડીએ સુવા ગયા બાદ મોડી રાત્રે ભરત વાડીએ પહોંચી ગયો હતો. આ સમયે ભરનિંદ્રામાં સુતેલા જેમાભાઈને રેખા તથા ભરતે સાથે મળી દુપટ્ટો તેમજ સાડીનો ગાળીયો નાંખી ફાંસો દેવાનો પ્રયત્ન કરતા જેમાભાઈ જાગી ગયા હતા અને રાડારાડ કરતા બન્નેએ મોઢું દબાવી ફાંસો દેતા તેમનું મૃત્યું થયું હતું.

પરિવારજનોએ રેખાની પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ ન મળતાં મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો. પી.એસ.આઇ એસ.એસ.વરૂ અને મહિલા પોલીસ સંગીતાબેને રેખાની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને બે વર્ષથી સોનગઢના ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમસંબંધ હોવાનું અને પતિનું કાસળ કાઢવાનું કાવતરું કર્યું હોવાનું જણાવતાં પરિવારજનો હેબતાઇ ગયાં હતાં.

પૂછપરછમાં ઢાંકણિયાની વાડીએ રાત્રિના સમયે ખાટલા સૂતેલા પતિ જેમાભાઇને મોતને ઘાટ ઉતારવા પત્ની અને પ્રેમી ભરતભાઇ સાથે મળી દુપટ્ટો અને સાડીથી ગળેફાંસો આપતાં જેમાભાઇ જાગી જતાં સામનો કરતાં પત્ની રેખા અને પ્રેમી ભરત ભોપાભાઇ તેની ઉપર ચઢી સાડીથી ગળેફાંસો આપતાં મોઢામાં નીકળેલું લોહી રૂમાલથી દબાવી દેતાં મોત થયું હોવાનું જણાવતાં પરિવારજનોમાં રેખા ઉપર રોષ જોવા મળ્યો હતો.

3 માસથી પતિનો ખેલ પાડી દેવા પત્ની મથતી હતી

પતિની હયાતીમાં પ્રેમી સાથે રહી શકાય નહીં, તેથી પતિનું કાસળ કાઢવા માટે 3 માસથી આયોજન કરતી હોવાની પત્ની રેખા પોલીસને જણાવતાં સાયલા પોલીસ પણ દંગ રહી ગઈ.

પી.એમ.ની ના પાડતાં અજુગતા બનાવની આશંકા જન્મી

રાત્રિના સમયે પતિની લાશને પી.એમ.માં ચીરે એવું જણાવીને પત્ની રેખાએ પરિવારજનોને મનાવી લીધા અને તેમણે લાશની અંતિમવિધિ પણ ઢાંકણિયા ગામે વહેલી સવારે કરી હતી.

અગ્નિસંસ્કાર બાદ મોત બાબતની આશંકાએ રમેશભાઇ વાઘેલા, દેવસીભાઇ મેર, મોહનભાઇ કાનાભાઇ, રૂપાભાઇ વાઘેલા વાડીએ ગયા હતા અને ઓરડી નજીક તૂટેલો ખાટલો અને એની લોહીવાળી ઇસ અને નજીકમાં પડેલા રૂમાલ પણ લોહીવાળો જોવામાં આવતાં સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો