8 વર્ષની બાળકીની હિંમત તો જુઓ, લિફ્ટમાં દુર્ઘટનાનો ભોગ બનેલા 5 વર્ષના ભાઈનો એકલેહાથે સૂઝબૂઝથી બચાવ્યો જીવ

ઈસ્તંબુલના બાસાકાશેઈરમાં માત્ર 8 વર્ષની એક બાળકીએ તેના 5 વર્ષના ભાઈને સૂઝબૂઝથી બચાવ્યો હતો. વાત જાણે એમ હતી કે રહેણાક વિસ્તારમાં આવેલી એક ઈમારતની લિફ્ટમાં પ્રવેશેલાં ત્રણ ભાઈ-બહેન મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બનતાં બચી ગયાં હતા. લિફ્ટમાં પ્રવેશેલા પાંચ વર્ષના માસૂમના ગળામાં ભરાવેલી દોરી અડધી લિફ્ટની બહાર રહી ગઈ હતી. આ સમયગાળામાં જ તેની બહેને પણ લિફ્ટનું બટન દબાવતાં લિફ્ટના ડોર બંધ થઈને જેવી લિફ્ટ ઉપર તરફ જવા લાગી કે તરત જ માસૂમ પણ ઉપરની બાજુએ ખેંચાઈને લટકી ગયો હતો.

તેના ગળામાં રહેલી એ દોરી પણ હવે મોતનો ફંદો બની ગઈ હતી. પોતાના ભાઈને આ રીતે લટકીને તરફડિયા મારતો જોઈને બાળકીએ પણ હિંમત હાર્યા વગર એક હાથે તેને ખોળમાં ઉંચો પકડી રાખ્યો હતો તો બીજા હાથે લિફ્ટનું ઈમર્જન્સી બટન પણ પ્રેસ કર્યું હતું. તેની આ સૂઝબૂઝના કારણે લિફ્ટ ત્યાં જ અટકી જવાથી દોરીની પકડ ઢીલી પડી હતી. બાદમાં તેણે ભાઈના ગળામાંથી દોરી નીકાળીને તેનો જીવ બચાવ્યો હતો.

લિફ્ટની અંદર લાગેલા સીસીટીવીમાં માત્ર 8 વર્ષની બાળકીનું ચપળતા ભર્યું રેસ્ક્યુ કેદ થઈ ગયું હતું. જેના ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અનેક યૂઝર્સે તેની બહાદુરીના વખાણ કરતાં કહ્યું હતું કે આ એવી ભયાનક ઘટના હતી જે જોઈને જ આટલી નાની બાળકી ડરી જાય. જો કે, તેણે જે રીતે તેના ભાઈને બચાવ્યો તે ખરેખર કાબિલે તારિફ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો