સુરત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ: બહેનની અંતિમ ઇચ્છા અધૂરી જ રહી, મૃતકના ભાઈએ વલોપાત કરતા કહ્યું, ‘બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા હતી, હું લેવા ગયો અને તેને મોત મળ્યું’

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં નવો ખુલાસો થયો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ખુદ દારૂના નશામાં હોવાનું કબૂલ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ કાર લઈને નીકળતા બે મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય કલમ સાથે પોલીસે ગુનો નોંધતા અતુલ વેકરિયાને 24 કલાકમાં જ જામીન મળી ગયા હતા.

મૃતક ઉર્વશીના ભાઇ નિરજ ચૌધરીએ વાતચીતમાં કહ્યું કે, અમે કોઇકવાર જ ફ્રેંકી લેવા માટે અહીં આવતા હતા. શુક્રવારે બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા થતા અમે ગયા હતા. તે મોપેડ પાસે જ બેઠી હતી અને હું ફ્રેંકીનો ઓર્ડર આપવા ગયો હતો. ત્યારે જ ધસમસતી આવેલી વૈભવી કારના ચાલકે મારી બહેનને ઉડાડી હતી. હોસ્પિટલમાં લઇ જઉ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. અકસ્માતના કેસમાં મૃત્યુના બદલામાં મૃત્યુની સજા જ જોઇએ. પૈસાવાળા લોકો પૈસા ખવડાવીને છુટી જશે. ભવિષ્યમાં કોઇ આ રીતે અકસ્માત ન કરે તેનો દાખલો બેસવો જોઇએ.

પોલીસે હળવી કલમ લગાવી હોવાનો આક્ષેપ

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસે ભાજપના એમએલએના ઇશારે સાપરાધ મનુષ્ય વધની 304 કલમ હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર અકસ્માતની 304(અ) કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેથી ઘટનાના 24 જ કલાકમાં અતુલ વેકરિયાને જામીન મળી ગયા હતા.

સમગ્ર ઘટના શું હતી?

શુક્રવારે મોડી સાંજે 9 વાગે દારૂ પીધેલી હાલતમાં વૈભવી કાર હંકારી વેસુના અભિષેક પાર્કમાં રહેતી અને યુનિવર્સિટીમાં જુ. ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય ઉર્વશી ચૌધરીનું 25થી 30 ફૂટ જેટલી ઘસડી હતી. ઉર્વશી તેના ભાઇ સાથે એસ.ડી. જૈન સ્કૂલ પાસે ફ્રેંકી લેવા માટે આવી હતી. અકસ્માત બાદ લોકોએ અતુલ વેકરિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસ 9 કલાક પછી એટલે કે સવારે 5 વાગે સિવિલ હોસ્પિટલમાં વેકરિયાનું મેડિકલ કરાવવા માટે લઇ ગઇ હતી. 24 કલાક પછી પણ તેની સામે દારૂ પીધાનો કેસ નોંધાયો નથી.

દારૂના નશામાં અકસ્માત થાય તો 304 હેઠળ ગુનો બને

દારૂના નશામાં અકસ્માત કરનાર સામે સાપરાધ મનુષ્યવધ લાગુ પડે. કોઇપણ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવે છે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આવી સમજણ હોવા છતા વાહન ચલાવે તો 304 હેઠળ ગુનો દાખલ થાય.: સુધિર સિન્હા, નિવૃત્ત ડીજીપી

અકસ્માતના ગુનામાં ચાલક દારૂ પીધેલો હોય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો બને છે. જે જામીનપાત્ર નથી અને તેમાં સજાની જોગવાઇ પણ 10 વર્ષની હોય છે. આરોપીના મેડિકલ પછી 304નો ગુનો દાખલ થઇ શકે. : ઝમીર શેખ, એડવોકેટ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો