તબીબોની હડતાલે નિર્દોષનો ભોગ લીધો, વડોદરામાં રક્ષાબંધન પહેલા ભાઈનું મોત, ન મળી સમયસર સારવાર

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી ડૉક્ટર્સની હડતાલને કારણે હોસ્પિટલમાં તબીબોની ઘટ વર્તાય રહી છે. વડોદરા શહેરમાંથી રક્ષાબંધનના 15 દિવસ પહેલા જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે. પોતાના ભાઈને મૃત્યુ પર આ બહેને જણાવ્યું હતું કે, મારા વીરા, હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં દવા લેવા માટે નીકળેલા બે મિત્રોનું બાઈક ફતેગંજ સર્કલ નજીક સ્લીપ થઈ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જેમાં એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પણ ત્યાં તબીબોની હડતાલને કારણે વડોદરામાં લાવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. મૃતક યુવાનના પિતા વિશાલ પરમારે કહ્યું હતું કે, ડૉક્ટર્સની હડતાળને કારણે ભાઈને સમયસર સારવાર મળી નથી. તેથી એનું મૃત્યું થયું છે. પહેલા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. કોઈ પણ ડૉક્ટર એની સારવાર કરવા તૈયાર ન હતા.

પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યા સારવાર શરૂ કરવામાં આવી પણ તબીબો કોઈ હાજર ન હતા. યોગ્ય સારવાર મળી રહે એ માટે ફરી વડોદરા લાવ્યા હતા. જ્યાં એનું સારવાર દરમિયાન મોત થયું હતું. તબીબોએ કોઈ કાળજી ન લીધી એટલે મોત થયું છે.

સરકારને અમારી એવી અપીલ છે કે, તબીબોની માગ સામે એક વખત જોવું જોઈએ. બીજો કોઈ પરિવાર પોતાના ભાઈ કે પરિજન ન ગુમાવે એ માટે સરકારે વિચારવું જોઈએ. પોલીસે જણાવ્યું કે, ફતેગંજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રમણીકલાલની ચાલીમાં રહેતો આ યુવાન દિવ્યાંગ પરમાર છે. તા. 6 ઓગસ્ટના રોજ તે એના મિત્ર રાહુલ જાધવ સાથે સવારે મિત્ર હર્ષને ચક્કર આવતા હોવાથી એની દવા લેવા માટે નીકળ્યા હતા. હર્ષિતની બાઈક પર બંને નરહરિ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. નવાયાર્ડથી ફતેગંજ સર્કલ બાજુ જતી વખતે હિલ મેમોરિયલ સ્કૂલ પાસે બાઈક ચલાવી રહેલા રાહુલે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જે પછી ડિવાઈડર સાથે અથડાઈ હતી. રાહુલને માથામાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે દિવ્યાંગને એના કરતા સામાન્ય ઈજા થઈ હતી. રાહુલને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની સલાહ તબીબોએ આપી હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રાહુલનું મૃત્યું થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો