ઘોર કળિયુગ: સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપતા કચરાપેટીમાં ફેંકી હોવાનો ખુલાસો, બાળકીને જન્મ આપ્યા બાદ યુવતીએ જાતે નાળ તોડી
સુરતમાં પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી શુક્રવારે સવારે મળી આવી હતી. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ કરી હતી. જેમાં 18 વર્ષની યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જ્યારે આ યુવતીની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં 18 વર્ષની યુવતી પર તેના સગીર સગા નાનાભાઈએ રેપ કર્યો હોવાની વાત બહાર આવી હતી અને નાનાભાઈના આ કુકર્મને કારણે યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો.
ઘટના શું હતી?
પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે (ઉ.વ.15) શુક્રવારે સવારે નાસ્તો લેવા દુકાનs ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.
બાળકીને મોઢે હાથ મુકીને કચરાપેટીમાં નાંખી દીધી હતી
પોલીસે જણાવ્યું હતું કે,યુવતીના પિતા અવસાન પામેલા છે અને તે માતા-ભાઈ સાથે નાનીના ઘરે રહે છે. ઘરમાં બધા એક રૂમમાં સુવે છે. જેમાં તેના નાનાભાઈએ એકાદ વર્ષ પહેલા જાન્યુઆરીમાં તેની સાથે જબરજસ્તી કરી હતી. ત્યાર પછી આવી હરકતો નાનાભાઈએ કરીને અવાર નવાર કરી હતી. જેના કારણે તે ગર્ભવતી બની હતી. યુવતીએ બાળકીને જન્મ આપી પોતાની જાતે નાળ કાપી નાખી લોહીવાળા કપડા પણ ધોઈ નાંખ્યા હતા. બાળકી રડે નહીં તે માટે મોઢે હાથ મુકીને કચરાપેટીમાં નાંખી દીધી હતી.
17 વર્ષીય નાના ભાઈ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો
ઉમરા પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈને તેના 17 વર્ષીય નાના ભાઈ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. હાલમાં 17 વર્ષીય કિશોરને પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને તેનું મેડિકલ કરાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જો બાળકીને પરિવાર ન સ્વીકારે તો બાળગૃહમાં મોકલી આપવામાં આવશે.
કોઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો, અને પોલીસને સફળતા મળી
શહેરમાં નવજાત બાળકીઓને ત્યજી દેવાના વધેલા કિસ્સા વચ્ચે પનાસ ગામની કચરાપેટીમાંથી મળેલી માસૂમની માતાને શોધી કાઢવાની ચેલેન્જ ઉમરા પોલીસે ઉપાડી લીધી હતી. ત્રણ પીએસઆઈની અલગ અલગ ટીમ બનાવી પનાસ ગામ ખાતેની આંગણવાડીમાં તપાસ માટે આવનારી 55 જેટલી સગર્ભાઓની તપાસ કરાઈ હતી. પરંતુ પોલીસને સફળતા નહીં મળતાં પનાસ ગામ સ્થિત એસએમસી આવાસામાં એક-એક ઘરનું સ્ક્રેનિંગ કરાયું હતું.
દરમિયાન સાંજના સમયે કોઈએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરી પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી હોવાનું કહી બાળકીને ત્યજી જનારા માતાનું સરનામું ઘર નંબર સાથે આપ્યું હતું. જેને પગલે પોલીસે ભાઈએ કરેલા દુષ્કર્મને પગલે કુંવારી માતા બનેલી યુવતીને શોધી કાઢી હતી. શરૃમાં તેણીએ અજાણ્યા વ્યક્તિએ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું કહી ગોળગોળ ફેરવી હતી, બાદમાં સગીર ભાઈના હિચકારા કૃત્ય અંગે કબૂલાત કરી લીધી હતી. આ કેસમાં પોલીસે ડીએનએ સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

