રાજકોટનાં ભાઇ-બહેન CAની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ એક સાથે થયા ઉતિર્ણ

રાજકોટ મહાનગરપાલિકામાં ઓડિટ શાખામાં ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્ર તથા પુત્રીએ એક સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં સફળતા મેળવી છે. ભાઇ-બહેને સી.એ.ના બંને ગ્રૂપની પરીક્ષા પ્રથમ પ્રયત્ને એકસાથે પાસ કરી હીર ઝળકાવ્યું છે.

મળતી માહિતી મુજબ, ઓડિટ શાખામાં છેલ્લા ૩૦ વર્ષથી ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્રી શિવાની રાયજાદા અને પુત્ર કિશન રાયજાદાએ હાલમાં લેવાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાના બંને ગ્રૂપ એક સાથે પાસ કર્યા છે. ઓડિટ શાખાના ચીફ ઓડીટર કમલેશ ઠાકોર તથા તમામ સ્ટાફના સહ કર્મચારીઓએ બંને બાળકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભાઇ-બહેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી કપરી કસોટીમાં દરેક સ્તરે પ્રથમ પ્રયત્નમાં અને ફાઇનલ પરીક્ષાના બંને ગ્રૂપ એક સાથે ઉત્તીર્ણ થઇને સમગ્ર પરીવારને ગૌરવ અપાવ્યું છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો: –

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો