ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ મહિલાએ બેઘર લોકોને જમાડવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું, બહેનને હાર્ટ અટેક આવતા 10 વર્ષ પછી ભારત જવાના હતા

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભયાનક આગને ઓલવવા માટે ફાયરફાઈટર દિવસ-રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ પરિવારો પણ પોતાનાં ઘરે ભોજન બનાવીને તે ફાયર ફાઈટરને પહોંચાડી રહ્યા છે. 35 વર્ષીય સુખવિન્દર કોરે ઓસ્ટ્રેલિયાની મદદ કરવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું છે. તેમની બહેનને હાર્ટ અટેક આવતા તેઓ 10 વર્ષ પછી ભારત જવાના હતા.

સુખવિન્દરની બહેનને હાર્ટ અટેક આવતા તેઓ કોમામાં જતા રહ્યા છે. ઈન્ડિયા જઈને તેની ખબર કાઢવા કરતાં ઓસ્ટ્રેલિયા રહીને દેશની મદદ કરવી સુખવિન્દરે વધારે યોગ્ય ગણ્યું હતું. સુખવિન્દર રોજ 1000થી પણ વધારે લોકો માટે જમવાનું બનાવે છે.

સુખવિન્દરે કહ્યું કે, ભારતમાં મારો પરિવાર છે, તેમ અહીંયા પણ મારો પરિવાર છે. હું મુશ્કેલ સમયમાં તેમને એકલા મૂકીને જઈ ન શકું. 100થી પણ વધારે માણસો છેલ્લા 3-4 દિવસથી ભોજન લેવા માટે અમારી ફૂડ વાન પર આવે છે. ઘરની છત્રછાયા ગુમાવી ચૂકેલા લોકોને અમે પેટ ભરીને જમાડી રહ્યા છીએ. મારી બહેન હાલ કોમામાં છે. તેની ખબર કાઢવા માટે મારે ભારત જવું હતું, પણ મારું પ્રથમ કર્તવ્ય આ દેશની મદદ કરવાનું છે. ઓસ્ટ્રેલિયાના ફાયર ફાઈટર અને બેઘર લોકોને જમાડીને હું પોતાને નસીબદાર સમજુ છું.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો