લ્યો બોલો! મુખ્યમંત્રીનો સિદ્ધપુર પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાનું માંડી વાળ્યું, લોકોને આશા જાગી, પણ આખરે થીગડાં હાથ લાગ્યા

સિદ્ધપુરમાં શનિવારે એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા. જેથી પાલિકા સહિતનું સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રીપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા બનાવવાના આયોજન સાથે મેદાને આવી ગયું હતું. પણ પેટાચૂંટણીની આચાર સંહિતાને કારણે સીએમનો પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાના બદલે થીગડાં મારી દીધા હતા.

સિદ્ધપુર શહેરના નવાવાસમાં સીએમ રૂપાણી એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાની સૂચના આવતાં પોતાના ખખડધજ રસ્તાઓની છાપ છતી ન થાય તે માટે તંત્રએ તાબડતોડ શહેરના રોડ રસ્તાઓ ઉપર સફાઈ કરી નાખી હતી. નવા રોડ બનાવવાની તજવીજ શરૂ કરી દીધી હતી. પરંતુ આચારસંહિતાને કારણે સીએમનો પ્રવાસ રદ થતાં રોડ બનાવવાનું આયોજન પડતું મૂકી આદત પ્રમાણે થીગડાં મારી દીધા હતા. જેને લઈને સ્થાનિકોમાં ફરી નિરાશા વ્યાપી ગઈ હતી.

લોકોને આશા જાગી, પણ આખરે થીગડાં હાથ લાગ્યા

સ્થાનિક લોકો તો બે વર્ષથી ખખડધજ રસ્તાઓથી હેરાન પરેશાન હતા. ત્યાં સીએમ આવવાના કારણે નવો રોડ બનવાની જાણ થતાં લોકોને આશાઓ જાગી હતી કે ચાલો એ બહાને રોડ તો નવો બની જશે. પણ સીએમનો પ્રવાસ રદ થતાં આખરે લોકોનાં ભાગે થીગડાં જ હાથ લાગ્યા હતા. નવાવાસમાં રહેતાં સ્થાનિકોએ રોષ સાથે કહ્યું કે, જો સીએ આવતાં હોય તો એમના માટે બે દિવસમાં રોડ બની શકતો હતો તો સામાન્ય હજારો લોકો માટે કેમ નવા રોડ બનતાં નથી?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો