વધુ ચા પીવા વાળા થઇ જાવ સાવધાન, દિવસની 3 કપથી વધુ ચા પીવી પડી શકે છે ભારે, જાણો કારણ

યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના રિસર્ચ અનુસાર એક દિવસમાં ત્રણ કપથી વધુ ચા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. ડાયટિશિયન ડૉ. અલકા દુબે અનુસાર ચામાં કેફીન અને તેના ઉપરાંત એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે વધુ માત્રામાં લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી વધુ ચા પીનારા લોકોએ ચા પીવાનું ઓછુ કરવું જોઈએ. ડૉ. દુબે જણાવી રહ્યા છે ચા વધુ પીવાથી થતાં નુકસાન વિશે.

વધુ ચા પીવાથી થતાં નુકસાન

ચાથી શરીરમાં તાજગી આવે છે અને મગજ પણ જાગ્રત થાય છે. પરંતુ જેટલો ચાથી ફાયદો થાય છે તેટલું જ વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીકને નુકસાન પણ થઈ શકે છે.

ચામાં રહેલું કેફિન દ્રવ્ય વધુ માત્રામાં લેવાથી ઉંઘ ન આવવાની બિમારી નોતરી શકે છે.

ચામાં રહેલું થિયોફિલિન કેમિકલ તમારી પાચન ક્રિયાને અસર કરે છે અને કબજીયાતની બિમારીને આમંત્રણ આપી શકે છે. ઘણા લોકો માને છે કે સવારમાં ચા પિવાથી આંતરડા સારી રીતે કામ કરે છે, પરંતુ ખૂબ વધુ પડતી ચા પીવાથી કબજીયાત પણ થઈ શકે છે.

તમારા મૂડને સારો કરવા માટે કેફિન સૌથી સારું ગણાય છે પરંતુ તેનાથી શરીર પર કેટલીક સારી અને ખરાબ અસરો પણ થાય છે. વધારે પડતી ચા પીવાથી ઉંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે, હ્રદયના ધબકારા વધી જાય છે અને ચિંતામાં પણ વધારો થાય છે.

ગર્ભવતી મહિલાઓએ ચા ન પીવી જોઈએ. ચામાં રહેલું કેફિન દ્રવ્ય શિશુને વિકાસને અસર કરે છે અને તેનાથી બાળકના ગર્ભસ્ત્રાવનો પણ ભય વધી જાય છે.

વધારે પડતી ચા પીવાથી તેની ખરાબ આડઅસર થઈ શકે છે. રિસર્ચ મુજબ જે માણસો વધુ પડતી ચા પીવે છે તેમનામાં પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના ચા ન પીનારા લોકોના મુકાબલે વધી જાય છે.

ચામાં રહેલું કેફીન રક્તવાહિની તંત્ર માટે સારું નથી અને હૃદયની બિમારીઓ ધરાવતા હોય તેવા લોકોએ ચાને પીવાનું ટાળવું જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો