પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભારે સંઘર્ષ કરીને ભાઈ અને બંને બહેનો પોલીસમાં જોડાયા, હાલમાં લોકડાઉનમાં લોકોની સેવા કરે છે, ગર્વ છે આવી ગુજરાતની દીકરીઓ પર!

દેશભરમાં એકતરફ કોરોના મહામારીનું સંક્રમણ ચાલી રહ્યું છે અને પોલીસ તેમજ આરોગ્ય કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વગર રાતદિવસ આપના બધાની સુરક્ષા માટે રસ્તાઓ તેમજ ગલીઓમાં પહેરો ભરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં એવા કર્મચારીઓ છે કે જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં ફરજને પ્રાથમિકતા આપે છે. એવા બ્રાહ્મણ સમાજની એવી બે બહેન અને એક ભાઈની વાત કરીશું નાનપણ માંજ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભારે સંઘર્ષ કરીને ભણતર પૂરું કરીને પોલીસ તંત્રમાં નોકરી મેળવીને ગર્વભેર કામ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આજે જ્યારે લોક ડાઉન સમયે પોતાની માતાને એકલી મૂકીને ફરજ બજાવવા માટે કટિબદ્ધ થઈ છે. એક બહેન દેવાંગી પંડ્યા પીએસઆઈ વડોદરામાં ચાંદોદ પોલીસ સ્ટેશનમાં છે જ્યારે બીજી બહેન એએસઆઈ ઉર્વશી પંડ્યા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છે અને એક ભાઈ કોન્સ્ટેબલ નીકુંજ પંડ્યા હેડ ક્વાટર અમદાવાદમાં કામ કરે છે. આજે લોક ડાઉનના સમયમાં લોકોને કોરોના સંક્રમણમાંથી બચાવવા માટે લોકોને ઘર બહાર ન નીકળવા માટે આ દીકરીઓ સમજાવી રહી છે ગર્વ છે આવી ગુજરાતની દીકરીઓ પર અને તેમની માતા પર જેઓ એ આ દીકરીઓ ને પેટે પાટા બાંધી ભણાવી ગણાવી આ મુકામે પહોંચાડ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો