કપડવંજના વાઘજીપુરની દીકરી શ્વેતા ઓસ્ટ્રેલિયામાં બની પાયલોટ, વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

કપડવંજ તાલુકાના વાઘજીપુરના પોપટસિંહ સોમસિંહ ચૌહાણની દીકરી શ્વેતા હોરસમ વિકટોરીયા ઓસ્ટ્રેલિયા ખાતે વર્ષ 2011થી રહે છે. શ્વેતા ચૌહાણ, BA, PTC, B-Ed અને માસ્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરી સાથે સાથે કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવી આજથી એક પાયલોટની ભૂમિકા અદા કરશે. ગઈકાલે શ્વેતાએ પહેલી ફ્લાઇટ ઉડાડી આખા વિશ્વમાં કપડવંજ તાલુકાના વાઘજીપુરનું નામ રોશન કર્યું છે. વાઘજીપુરથી સ્વપ્નો લઇને ઉડેલી દીકરી આજે વિદેશની ધરતી ઉપર પોતાનું કૌવત બતાવી રહી છે. શ્વેતા ચૌહાણનો જન્મ કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામે થયો હતો.

વર્ષ 2011માં શ્વેતા ઓસ્ટ્રેલિયા ગઈ હતી

28 વર્ષીય શ્વેતા ચૌહાણના લગ્ન વાત્રક કાંઠાના ચરેડ મોતીપુરા ગામના દિગ્વિજયસિંહ રાઠોડ સાથે થયાં હતાં. દિગ્વિજયસિંહ આઈટીનો અભ્યાસ કર્યો છે. શ્વેતા ચૌહાણના પિતા ખેડબ્રહ્મા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. શ્વેતાનો અભ્યાસ ખેડબ્રહ્મા ખાતે થયો છે. 2011ના વરસમાં શ્વેતા ચૌહાણ ઓસ્ટ્રેલિયા ગઈ હતી, અને 2016માં PR મળ્યાં હતાં. હાલ તે કોમર્શિયલ પાયલોટ તરીકે ફરજ બજાવે છે. વાઘજીપુરની આ દીકરીને વાઘજીપુર પે સેન્ટર, શાળાના આચાર્ય કુલદીપસિંહ ચૌહાણ અને સ્ટાફે અભિનંદન પાઠવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો