“શ્રીજી ટીફીન સેવા” સુરતમાં નિશ્વાર્થ સેવાના ભાવે વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા પૂરી પાડતી સંસ્થા

શ્રીજી ટીફીન સેવા નામ ની સંસ્થા સંદીપભાઈ રૂપાવટીયા નામના એક યુવકે તેના મિત્રો સાથે મળીને સુરત માં ચાલુ કરી છે. આ સંસ્થા નિશ્વાર્થ સેવાના સ્વરૂપે વયોવૃધ્ધ અને ૬૦ વર્ષ થી ઉપરની વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા પૂરી પાડે છે. આ સંસ્થા એવા વ્યક્તિઓ નો સંપર્ક કરે છે કે જે એકલા રહે છે અથવાતો ખાવાનું નથી પામતા. અને તેવા વ્યક્તિઓને ઘરે બેઠા આ “શ્રીજી ટીફીન સેવા” નામની સંસ્થા રોજે રોજ ખાવાનું પૂરૂ પાડે છે.

વાતચીત માં સંદીપભાઈ એ કહેલું હતું કે, “લોકો ની સેવા અને એ પણ ભૂખ્યા ને ભોજન એ ઉત્તમ સેવા છે. એટલા માટે તેઓ પોતાના કામ માંથી સમય કાઢી આ સંસ્થા ચાલુ કરી છે.” અને તેઓએ આહ્વાન કરતા જણાવેલું હતું કે, “જો આપ કોઇ ગ્રુપ કે સામાજિક કાર્યકર્તા સાથે જોડાયેલા હોય તો આ સંદેશ અવશ્ય ફોરવર્ડ કરશો અને તેઓને પણ આ સંસ્થા માં સહભાગી કરશો.”

આ સંસ્થા મોટા ભાગે અમરોલી, કતારગામ, વરાછા વિસ્તાર માં કાર્યરત છે. આપ અગર મોટા વરાછા, નાના વરાછા, વરાછા, કામરેજ કે એની આજુબાજુ ના વિસતાર માં કોઈ પણ જગ્યાએ ૬૦ વર્ષથી વઘુની ઉમરના વૃધ્ધ કે જરૂરીયાત મંદ માનવીને ભુખથી પીડિત જુઓ છો તો આપ “શ્રીજી ટીફીન સેવા” નો સંપર્ક કરી શર્કો છો. કોઈ પણ સમયે આપ શ્રીજી ટીફીન સેવા ના હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરી માહિતી આપી શકો છો. આપે જણાવેલી જગ્યા એ આ ગ્રુપ ના કાર્યકરો આવી ને ભૂખ્યાને ભોજન આપશે.

સંદીપ ભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે “શ્રીજી ટીફીન સેવા દ્વારા જરૂરીયાત મંદ એવા વૃદ્ધ વડીલો ને રોજ તેમના જ ઘરબેઠા વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોંચાડવામા આવે છે. અમે અમારી સંસ્થા દ્વારા લોકો ને અહવાન કરીએ છીએ કે અમારી સંસ્થા નો આ ઉદ્દેશ્ય છે જેથી અમોને વૃદ્ધો ની સહાય માટે એક ટીફીન ની મદદ કરો તો લોકો અમોને રોજ બ રોજ ટીફીન બનાવી આપે છે. અમે આ ટીફીનને જરૂરિયાત મંદ સુધી પહોચાડીએ છીએ. અમે અમારી સંસ્થામાં નવા યુવાનો ને સહાયક તરીકે જોડીએ છીએ અને જેમણે આ ભગીરથ કાર્ય માં જોડાવું હોય તે અમારા હેલ્પ લાઈન નંબર ૮૨૩૮૧૮૧૯૫૧ પર ફોન કરી વધુ માહિતી મેળવી શકે છે.”

મિત્રો જો તમોને શ્રીજી ટીફીન સેવાનું કાર્ય ગમ્યું હોય તો આ પોસ્ટને વધુ ને વધુ ફોરવર્ડ કરી સેવા ના કાયઁ મા ભાગીદાર બનો અને બનાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો