વૃદ્ધોને ઘરે ભોજન કરાવતા શ્રવણ ટીફીનમાં સેવા આપતા લેઉવા પટેલના દિકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ

” જન સેવા એજ પ્રભુ સેવા ”

આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત, સંચાલિત
“શ્રી શ્રવણ ટીફીન સેવા” સુરત મા છેલ્લા 2 વર્ષ થી નિસ્વાર્થ સેવા ચલાવી રહયુ છે,

હાલ આ સેવા સુરત ના વરાછા , કતારગામ , અમરોલી , વેડરોડ , ડભોલી , રામપુરા , લાલ દરવાજા તથા આ વિસ્તાર ને લગતા આજુબાજુ ના વિસ્તારો મા વસતા 60 વર્ષ ધી વધુ ની ઉમર ના નિસંતાન, નિસહાય તથા જરૂરિયાત મંદ વ્રૂધ્ધ વડિલો ને તેમના પોતાના જ ઘરે દરરોજ વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન ની “સેવા શ્રી શ્રવણ ટીફીન સેવા” દ્વારા આપવામા આવી રહી છે, ધીરે ધીરે આ સેવા સુરત શહેર ના વધુ વિસતારો મા શરુ થાય તેવા પ્રયાસો કાર્યરત છે ,

અત્યાર ના સમય મા પોતાના વડિલો ને પણ સાચવતા નથી એવા સમયે પણ આવી કામગીરી કરતા યુવાનો ને પ્રણામ..
વૃદ્ધોને ઘરે ભોજન કરાવતા શ્રવણ ટીફીનમાં સેવા આપતા લેઉવા પટેલના દિકરાઓ જયેશ કેવડીયા, જે.કે.ઠુમ્મર, હસમુખ ડોબરીયા, જગદીશ વાનાણી, પ્રકાશ ભલાણી ,વિપુલ ભુવાને ખૂબ ખૂબ ધન્યવાદ. ને ખૂબ ખૂબ ધન્યવાદ..

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, 
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે અમારા લેઉવા પટેલ (કણબી) ની સંસ્કૃતિ. હો બાપ…

આવીજ સેવા આપતા લેઉવા પટેલ ના યુવાનો 149 જેટલા વૃદ્ધો ને રોજ જમવાનું પહોંચાડી ને માનવસેવા નું એક અલગ જ ઉદાહરણ પૂરું પાડેલ છે આવા નિસ્વાર્થ ભાવે સેવા મા કોઇ પણ નાતજાત પણ આ યુવાનો જોયા વગર આ કામ કરતા યુવાનો ને માઁ ખોડલ તન,મન,ધન થી સહાય કરે અને આવા કાયૅ કરવાની શક્તિ આપે.. એજ આ તકે પ્રાથના…

જો આપની નજર મા આવા કોઈ વ્રૂધ્ધ વડીલો જણાય તો શ્રી શ્રવણ ટીફીન સેવા ના હેલ્પલાઇન નં 99786 38100 નંબર પર કોલ કરી આપ જાણ કરી શકો છો, અને આ મહાન કાર્ય મા આપ પણ સહભાગી બની શકો છો…

મિત્રો આ પોસ્ટ ને વધુ મા વધુ લાઈક અને શેયર કરી , અને તમારા દરેક વોહટસઅપ ગ્રૂપ મા આ પોસ્ટ ને વધુ મા વધુ શેયર કરશો… તમારી એક નાનકડી કોશિશ કોઇ જરૂરિયાત મંદ વૃદ્ધ વડિલ ની આંતરડી ઠારી શકે છે….

આ પોસ્ટ મા તમારી એક કોમેન્ટ અમને ખુબ પીઠબળ પુરી પાડશે… આ કાર્ય વિશે નો તમારો અભિપ્રાય આવકાર્ય છે…

Prakash bhai bhalani – 9979043300
Jayeshbhai Kevdiya – 9825695492
Bhuva vipul bhai – 9824113124

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો