કારમાં ‘ઓટો લોક’ સિસ્ટમ છે તો ખાસ વાંચો, કારમાં શોટસર્કિટથી આગ લાગતા યુવાન બચાવોની ચીસો પાડતો રહ્યો પણ અંદર જ ભડથું થઈ ગયો

જેતપુરના ધોરાજી હાઇવે રોડ ઉપર મંડલીકપુર અને મોટા ગુંદાળા ગામ વચ્ચે આજે બપોરે એક સ્વિફ્ટકારમાં શોટસર્કિટ થતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે જ કાર ચાલક રમેશભાઈ અમરશીભાઈ વાંજાએ કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોવાના કારણે અને કારનુ ડોર ઓટો લોક થઈ જતા બારણા ન ખૂલવાના કારણે તેનુ ચીસો પાડી પાડીને કારની અંદર જ ભડથું થઈ જતા મૃત્યુ થઇ ગયું હતું.

બનાવની મળતી માહિતી મુજબ કે, જેતપુરના મંડલીકપુર અને મોટાગુંદાળા ગામ વચ્ચે ધોરાજી હાઇવે ઉપર આજે બપોરે ૨.૩૦ કલાકે એક સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કારમાં શોટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. કારમાં સવાર રમેશભાઈ (ઉ.૪૫) (રહે.જૂનાગઢ) કાર ઓટો સિસ્ટમ લોકને કારણે બહાર નીકળી શક્યા ન હતા. ધોરાજી હાઇવે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓએ કારના કાચ તોડી બહાર કાઢવાનો પ્રયત્ન કરેલ પરંતુ શીટ બેલ્ટ બાંધેલ હોવાથી રમેશભાઈનું શરીર વિકરાળ આગમાં લપેટાઈ ગયેલ હોવાથી ત્યાં જ ચીસો પાડી પાડીને મોત થયેલ હતું. રમેશભાઈની ડેડબોડી કારની સીટ ઉપર જ ભળથું થઈ જતા નગરપાલિકાના ફાયર સેફ્ટી ટેન્ક દ્વારા પાણીનો સતત મારો ચાલુ રાખતા છતાં ડેડબોડીમાંથી આગ બુજાતી ન હતી.

આ મામલે તપાસનીશ પોલીસ કર્મચારી મુસ્તફ ચૌહાણ એ જણાવેલ કે, મૃતક રમેશભાઈ કડિયા કોન્ટ્રાકટનું કામ કરતા જેથી જૂનાગઢ થી જેતપુર તત્કાલ ચોકડી પાસે તેમના કામકાજ અર્થે કારમાં સવાર થઇને જતા હતા. ચાલકને કારમાંથી ધુમાડા નીકળતા હોવાથી કાર રોડની સાઇડમાં ઉભી રાખી બહાર નીકળવાનો પ્રયત્ન કરેલ પરંતુ કાર લોક થઇ જતા અંદર જ સળગી મૃત્યુ પામ્યા હતા. જો કે તેમની ડેડબોડીને રાજકોટ ફોરેન્સિક પીએમ કાજે રવાના કરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો