દિલ્હીમાં હિંસાને કાબુમાં કરવા અમિત શાહ આકરા પાણીએ, ટ્રમ્પ વિદાય લેતા જ છૂટ્યા ‘દેખો ત્યાં ઠાર’નાં આદેશ

નાગરિકતા સંશોધન કાયદાને લઇને શરૂ થયેલી બબાલ થંભવાનું નામ નથી લઈ રહી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી છે કે 4 જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં પોલીસે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનાં નામ પર થઈ રહેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. સોમવારથી અત્યાર સુધી તોડફોડ અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

2 આઈપીએસ ઑફિસરો સહિત 56 પોલીસ કર્મચારીઓ ઘવાયા

નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 10 લોકોનાં જીવ ગયા છે. જેમાં શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે, જ્યારે 2 આઈપીએસ ઑફિસરો સહિત 56 પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. હિંસાની ઘટનાઓમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે. નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારનાં ઉપદ્રવીઓએ અનેક મોટરસાઇકલોને આગ લગાવી દીધી હતી.

નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં બુધવારનાં પણ સ્કૂલો બંધ રહેશે

હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે 26 ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કરી દીધો છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જાફરાદબાદમાં જે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતીસ તેને હટાવી દેવામાં આવી છે અને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ મનીષ સિસોદિયાએ કહ્યું કે, હિંસા પ્રભાવિત નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં બુધવારનાં પણ સ્કૂલો બંધ રહેશે. CBSEને પણ બૉર્ડ પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે.

પોલીસનું કહેવું છે કે, ચાંદબાગ, કરાવલ નગર અને મૌજપુરમાં પણ તમામ ચીજો કંટ્રોલ કરી દેવામાં આવશે. સુરક્ષાદળોની માર્ચથી ઉપદ્રવીઓ ખૌફમાં જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં હિંસાને કાબૂ કરવા માટે ગૃહમંત્રાલયે તાત્કાલિક પ્રભાવથી આઈપીએસ અધિકારી એસએન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસનાં સ્પેશલ કમિશ્નર (કાયદા વ્યવસ્થા) બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો