પાણીપુરીના શોખીન જોઈ લો આ વીડિયો! પકોડી વાળાની ગંદી કરતુત, પાણીમાં યૂરિન ભેળવીને લોકોને પકોડી ખવરાવી

કેટલાક લોકો માણસાઇના નામે કલંકથી ઓછા નથી હોતા. ત્યારે પકોડી ખાવાના શોખીન લોકો તો ઘેલા બનીને પકોડીને આરોગતા હોય છે. પરંતુ પકોડી ખાવાના શોખીનો સાથે જો ષડયંત્ર થઇ જાય તો ખુબ જ શરમજનક વાત છે. સોશિયલ મીડિયામાં હાલ ગુવાહાટીનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમારૂં માથું શરમથી ઢળી જશે અને તમે દંગ રહી જશો.

સોશિયલ મીડિયામાં એક શોકિંગ વીડિયો ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ કોઇને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. ખરેખર પાણીપુરીની લારીવાળો ફેરીયો પાણીમાં યૂરિન ભેળવીને લોકોને પકોડી ખવરાવતો હતો.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, પકોડીવાળો જગમાં યૂરિન કરે છે અને તે જગનો જ ઉપયોગ લોકોને વસ્તુ પરોસવા માટે કરે છે. વીડિયોના વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. આ ફૂડ વેન્ડરને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, આ વ્યક્તિ ગુવાહાટીના અઠગામ વિસ્તારમાં પોતાનો સ્ટોલ લગાવતો હતો.

આ વીડિયોને જોઇ દરેક વ્યક્તિ પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. તમામ લોકો આ ફેરિયાની આવી હરકતથી નારાજ છે અને તેના વિરૂદ્ધ સખત પગલા લેવાની અપીલ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો