દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી

ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ ક્યારેય જાણવા મળી શક્યું નથી. અનેકવાર આ દુર્ઘટનાઓમાં લોકો જીવતા બચી પણ ગયાં પરંતુ જીવતા રહેવા માટે તેમણે ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. આવી જ એક દુર્ઘટના 1972માં એન્ડીજના બરફના પહાડોમાં થઇ હતી, જેમાં જીવતા બચેલાં લોકોએ તે બરફના પહાડોમાં કોઇ ભોજન વિના 72 દિવસ સુધી રહેવું પડ્યું હતું. પોતાના ઇજાગ્રસ્ત મિત્રોને પોતાની આંખ સામે મૃત્યુ પામતાં જોવા પડ્યા હતાં. ત્યાં સુધી કે, જીવતા રહેવા માટે પોતાના જ સાથીઓની લાશ ખાવી પડી હતી.

– ઇતિહાસમાં આ દુર્ઘટના 1972 એન્ડીજ ફ્લાઇટ ડિઝાસ્ટર અથવા મિરેકલ ઓફ એન્ડીજના નામે ઓળખાય છે. આ દુર્ઘટના તે ફ્લાઇટમાં સવારે ઉરૂગ્વેના ઓલ્ડ ક્રિશ્ચિયન ક્લબની રગ્બી ટીમના તે બે ખેલાડીઓના સાહસ માટે પણ ઓળખવામાં આવે છે, જેમણે છેલ્લે સુધી હાર માની નહીં અને અનેક લોકોનું જીવન બચાવી લીધું.

એરફોર્સના વિમાનમાં હતી ફુટબોલ ટીમઃ-

આ દર્દનાક દુર્ઘટના થઇ હતી. 13 ઓક્ટોબર 1972ના રોજ અને તેનો શિકાર બન્યા હતાં ઉરૂગ્વેના ઓલ્ડ ક્રિશ્ચિયન ક્લબની રગ્બી ટીમ. ટીમ ચિલીના સૈંટિયાગોમાં મેચ રમવા જઇ રહી હતી. ઉરૂગ્વે એરફોર્સનું પ્લેન ટીમના પ્લેયર્સ અને મેનેજર્સની સાથે તેમનો પરિવાર અને મિત્રોને લઇને એન્ડીજ પર્વત પરથી પસાર થઇ રહ્યા હતાં.

– પ્લેનમાં કુલ 45 લોકો સવાર હતાં. ઉડાન ભર્યાના થોડીવાર બાદ જ વાતાવરણ ખરાબ થવા લાગ્યું હતું. એન્ડીજના સફેદ બરફના પહાડોમાં પાયલટને કંઇ દેખાતું ન હતું. વાતાવરણ ખરાબ હતું અને પાયલટને સંભાવિત ખતરો દેખાવા લાગ્યો હતો.

એક ઝાટકામાં વિમાન તબાહઃ-

લગભગ 14 હજાર ફૂટની ઊંચાઇએ શું થયું કે, પાયલટ પોતાની પોઝિશન સમજી શક્યો નહીં અને એક ઝાટકામાં એરક્રાફ્ટ એન્ડીજ પર્વતની ટોચ સાથે અથડાયું. પ્લેન પર્વત સાથે અથડાતાં જ જોરદાર ધમાકો થયો.

– આ ભયાનક સ્થિતિમાં 18 લોકોનું મૃત્યુ થઇ ગયું. બાકી 27 લોકો જેમ-તેમ બચી ગયાં, પરંતુ એન્ડીજની કંપાવી દેનારી બરફની વચ્ચે જીવવું આ પ્રવાસીઓ માટે ભયાનક સાબિત થઇ રહ્યું હતું.

સર્ચ ઓપરેશનમાં કોઇ મળ્યું નહીંઃ-

દુર્ઘટનાની જાણકારી મળતાં જ ઉરૂગ્વેની સરકારે સક્રિયતા બતાવી અને બચાવ અભિયાન શરૂ કર્યું, પરંતુ પ્લેનનો રંગ સફેદ હોવાના કારણે બરફથી ઢંકાયેલાં સફેજ એન્ડીજ પર તેને શોધવું ઘાસના ઢેરમાં સોઇ શોધવા બરાબર હતું. સતત 10 દિવસો સુધી અસફળતા હાથ લાગ્યા બાદ 11માં દિવસે બચાવ અભિયાન બંધ કરી દીધું હતું.

– બધાનું માનવું હતું કે, એન્ડીજના વિષમ વાતાવરણમાં ભુખ્યા રહેવું કોઇપણ વ્યક્તિ માટે સહેલું નથી.

જીવતાં બચેલાં લોકો માટે ભૂખ સામે લડવાની જંગઃ-

બીજી બાજુ બચેલાં 27 લોકોમાંથી થોડાં ઘાયલ લોકો મૃત્યુ પામ્યા. બાકી બચેલાં લોકોએ પોતાની પાસે ઉપલબ્ધ ભોજનને નાના-નાના ભાગમાં વેચી દીધું, જેથી તે વધારે દિવસ સુધી ચાલી શકે. પાણીની કમીને દૂર કરવા માટે તેમણે પ્લેનમાંથી એક એવા મેટલના ટૂકડાને બહાર કાઢ્યુ, જે તડકામાં ખૂબ જ જલ્દી ગરમ થઇ શકે. ત્યાર બાગ તેના પર બરફ રાખીને તેને પીગાળીને પાણી એકઠું કરવા લાગ્યાં. જેથી તેમની પાણીની સમસ્યા તો ઉકેલાઇ ગઇ, પરંતુ થોડાં દિવસોમાં ભોજન સમાપ્ત થઇ ગયું.

સાથીઓની લાશ ખાધીઃ-

– ભોજન ખતમ થયા બાદ લોકો ભૂખથી એટલાં પરેશાન થઇ ચૂક્યા હતાં કે, તેમણે પોતાના સાથીઓની લાશના ટુકડા કરી ખાવાનું શરૂ કરી દીધુ. એક ઝાટકામાં આવેલી મોતથી બચવા લોકો હવે અસહનીય અંત તરફ આગળ વધી રહ્યા હતાં.

પ્લેયર્સે બચાવ્યું જીવનઃ-

માત્ર 16 લોકો જ હવે જીવિત બચ્યા હતાં, દુર્ઘટનાનો 60મો દિવસ વિતી ચૂક્યો હતો. મદદની કોઇ આશા જોવા મળતી ન હતી, ત્યારે બે ખેલાડીઓ નૈન્ડો પૈરેડો અને રોબર્ટ કેનેસાએ વિચાર્યું કે, અહીં રહીને મૃત્યુ પામવું તેના કરતાં મદદની શોધમાં નીકળવું જોઇએ. 60 દિવસોની અંદર બંનેનું શરીર નબળું થઇ ચૂક્યું હતું. બરફ પર ટ્રેકિંગ કરવા માટે તેમની પાસે પૂરતાં સાધન પણ હતાં નહીં. પરંતુ બંને ખેલાડી હતા અને બંનેએ છેલ્લે સુધી હાર ન માનવાનો નિર્ણય કરી લીધો હતો. બંને જેમ-તેમ ચિલીના ગીચ વસ્તીવાળા ક્ષેત્રમાં પહોંચી ગયાં, જ્યાં બંનેએ રેસ્ક્યૂ ટીમને પોતાના સાથીઓનું લોકેશન જણાવ્યું.

– દુર્ઘટનાના 72 દિવસો બાદ 16 લોકોનું બચવું પણ કોઇ ચમત્કારથી ઓછું ન હતું. પૈરોડાએ આ સંપૂર્ણ ઘટના અને પોતાના સંઘર્ષને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યું. આ ભયાનક ઘટના પર પિયર્સ પોલ રીડે 1974માં એક પુસ્તક ‘અલાઇવ’ લખ્યું હતું, જેના પર 1993માં નિર્દેશક ફ્રેંક માર્શલે ફિલ્મ પણ બનાવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો