ચીનના વુહાન લેબની અંદરની આઘાતજનક તસવીરો આવી સામે, તૂટેલું સીલ ધરાવતા ફ્રિજમાં સ્ટોર છે 1500 વાયરસ

કોરોના વાયરસનો ઉદ્દભવ ચીનના વુહાન શહેરમાં થયો છે. આ વાયરસ વુહાનમાં આવેલી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ લાયરોલોજીમાંથી લીક થયો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. જોકે, ચીન સતત આવા રિપોર્ટ્સને નકારતું રહ્યું છે. હવે આ વુહાન લેબની કેટલીક તસવીરો સામે આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જોકે, આ તસવીરોમાં જોવા મળે છે કે લેબના એક રેફ્રિજરેટરનું બારણાનું સીલ તૂટેલું છે. આ રેફ્રિજરેટરમાં 1500 જેટલા અલગ-અલગ વાયરસ રાખવામાં આવ્યા છે જેમાં બેટ કોરોના વાયરસ પણ સામેલ છે. આ વાયરસ ચામાચીડિયામાંથી માણસમાં ફેલાયો છે.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે આ તસવીરો સરકાર હસ્તગત ચાઈના ડેઈલી ન્યૂઝ પેપરમાં 2018માં પ્રકાશિત થઈ હતી. જોકે, ગત મહિને તેને ટ્વિટર પર અપલોડ કરવામાં આવી છે. જોકે, બાદમાં તેને ડિલિટ કરી દેવામાં આવી હતી. તેમાં એક કોમેન્ટ લખવામાં આવી હતી કે આના કરતા મારા ઘરના રસોડાના રેફ્રિજરેટરનું સીલ વધારે સારું છે.

નોંધનીય છે કે ચીન પર આક્ષેપો થઈ રહ્યા છે કે વુહાન લેબમાંથી જ અકસ્માતે આ વાયરસ લીગ થઈ ગયો હતો અને બાદમાં તે વુહાન શહેર અને ત્યારપછી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ગત સપ્તાહે ડેઈલી મેલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ચામાચીડિયા પર કોરોના વાયરસના પ્રયોગો કરવામાં આવ્યા હતા અને તેને યુએસ સરકાર દ્વારા તેના માટે 3.7 મિલિયન ડોલરનું ફંડ મળ્યું હતું.

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ ચીન પર કોરોના ફેલાવવાનો આક્ષેપ મૂકતા આવ્યા છે. થોડા દિવસ અગાઉ એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે અમે આ અંગે તપાસ કરીશું. આ ઉપરાંત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીયોએ કહ્યું હતું કે બેઈજિંગ ખુલાસો કરે કે આ વાયરસ વુહાન લેબમાંથી લીક થયો છે કે નહીં.

યુએસ ઈન્ટેલિજન્સના સૂત્રોનું કહેવું છે કે કોરોના વાયરસ ફેલાવવાનું શરૂ થયું તેના થોડા જ સમયમાં લેબના અધિકારીઓએ વાયરસના સેમ્પલ નષ્ટ કરી દીધા હતા, અગાઉના રિપોર્ટ્સ પણ નષ્ટ કરી દીધા હતા. ત્યારબાદ તેમણે વુહાનમાં આવેલા સીફૂડ માર્કેટમાંથી આ વાયરસ ફેલાયો હોવાની થીયરી વહેતી કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે પેશન્ટ ઝીરો આ લેબમાં ઈન્ટર્ન તરીકે કામ કરી રહી હતી. તેના દ્વારા તેના બોયફ્રેન્ડને ચેપ લાગ્યો હતો અને બાદમાં સ્થાનિકોમાં આ વાયરસ ફેલાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો