ઘોર કળિયુગ! ગુજરાતમાં હૈયું હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો, 16 વર્ષની સગીરાને 14 વર્ષીય સગાભાઈએ જ માતા બનાવી

હૈયું હચમચાવી દે તેવો એક બનાવ નખત્રાણા તાલુકાના એક ગામમાં બન્યો છે. જેમાં સગાભાઈએ બેન સાથે શારિરીક સંબંધ બાંધતા તે ભાઈના બાળકની માતા બની છે. અહીં ચોંકાવનારી એક એવી પણ હકિકત છે કે, ષોડષી કન્યાને ગર્ભવતી બનાવનાર તેના ભાઈની વય હજુ ૧૪ વર્ષની પણ નથી.

બુધવારે બપોરે નખત્રાણાની એક શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષ અને ૭ માસની વય ધરાવતી બાળાને બપોરે એકાદ વાગ્યાના સુમારે અચાનક જ પેટમાં દર્દ થવા લાગ્યું હતું. શિક્ષકોને તે દર્દ પણ સમજાતું નહોતું ઋતુચક્રના બારણે આ પ્રકારનું દર્દ થતું હોવાનું લાગતા તેને નગરના ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જવામાં આવી હતી. બાળાનું પેટ જોઈને જ સમજી ગયેલા ગાયનેકોલોજીસ્ટે જયારે એમ કહ્યું કે, બાળા ગર્ભવતી છે અને ગમે તે ક્ષણે પ્રસૃતિ કરવી પડશે ત્યારે ઘડીભર તો તેની સાથે આવેલા શિક્ષકો હેબતાઈ ગયા હતા. બનાવની ગંભીરતા સમજી તેના વાલીઓની જાણ કરવામાં આવી ત્યારે તેમના પર તો આભ જ તુટી પડયું હતું. બીજી તરફ ગાયનેકોલોજીસ્ટે બાળાની પ્રસુતિ કરાવી હતી અને બાળકનો જન્મ થયો હતો.

આ તરફ તેના પિતા પર તો જાણે આફત તુટી પડી હતી. મામલો જ એવો હતો કે, કોઈ પણ પિતા તેની પુત્રીની આ હાલત સહન ના કરી શકે. એક બાપ તરીકે તેણે આજીજીઓ કરી વાત નિપટાવી લેવા જણાવ્યું. જોકે ગાયનેકોલોજીસ્ટે તેની તબીબ તરીકેની ફરજ પુર્ણ કર્યા બાદ પોલીસને સમગ્ર ઘટનાથી માહિતગાર કરી જેથી પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો.

અહીં તેના પિતા પર નિયતીનો કારમો પ્રહાર થયો ત્યારે તેની સંભાળ લેવા પણ કોઈની હિંમત નહોતી ચાલતી. કારણ કે, પોલીસે જ્યારે બાળાને પુછયું કે તેની સાથે આ પ્રકારનું કૃત્ય કોણે કર્યું છે ? તેના જવાબથી પોલીસ અધિકારીઓ પણ આઘાતમાં સરી પડયા હતા.

બાળાએ એમ કહ્યું કે, આ કામ તેના નાનાભાઈનું છે. ત્યારે જાણે વજ્રઘાત થયો હોય તેવો માહોલ થઈ ગયો હતો. ખેર કાયદાએ કાયદાનું કામ કરવું જ પડે. પોલીસે તેના નાનાભાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ગનો દાખલ કરી બાળાએ જન્મ આપેલા બાળકના ડીએનએ રિપોર્ટ માટે તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ નખત્રાણા પીઆઈ રાઠોડ ચલાવી રહ્યા છે.

‘મુગ્ધાવસ્થાની સાહસવૃત્તિ ઘટના માટે જવાબદાર’

આ પ્રકારની ઘટના માટે શું કારણ હોઈ અને ત્યારે તે લોકોની મનોસ્થિતિ કેવી હોય તે બાબતે સૌરાષ્ટ્રના મનરોગના નિષ્ણાંત તબીબ ડો. મણિયારે એવું જણાવ્યું હતું કે, મુગ્ધાવસ્થામાં આવતા દરેક લોકોમાં કંઈક નવું કરવાની મનોવૃતિ આકાર લેતી હોય છે. જે તેમને દરેક જોખમ લેવા ઉશ્કેરે છે. તદ્દ ઉપરાંત તેની આઈડેન્ટીટી એટલે કે કંઈ કરી નાખવાની ભાવના મોટું જોખમ બની રહે છે. આવી અવસ્થાના બાળકોના વાલીઓએ ખાસ તકેદારી દાખવવી જોઈએ.

બાળકનાં પિતાનું નામ તેના માટે પીડાદાયક બનશે

આપણી સમાજ વ્યવસ્થામાં એક પરંપરા કહો તો પરંપરા અને નિયમ કહો તો નિયમ છે કે, બાળકના જન્મથી લઈ દરેક મહત્વની બાબતો સુધી તેના પિતાનું નામ તેના નામ પાછળ લાગેલું રહે છે. હવે આ બાળક સાથે નિયતિએ કરેલી ક્રુરતા તેના માટે આખી જીંદગીની પીડા બની રહેવાની છે. આ દુનિયામાં તેણે લીધેલા શ્વાસથી જ તેના પર મુસીબતો શરૂ થઈ છે. સર્વપ્રથમ તો તે કોનુ બાળક છે, તેનો ડીએનએ ટેસ્ટ થયો. જન્મ આપનાર માતા અને તેનો જનક પિતા તેનો ભાઈ આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવા સંબંધો રચાયા છે. ડગલેને પગલે આવનારી પીડાદાયક ક્ષણો તેના અસ્તિત્વને પણ હચમચાવી નાખશે. ત્યારે એ વિધાતાને સવાલ જરૂર પુછશે કે તારા લેખમાં આટલી બધી ક્રુરતા ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો