મોડાસાના મોટી ઈસરોલના આર્મી જવાન સેવા નિવૃત્ત થતા ગામમાં શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરાયું

માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઇસરોલના દિલીપકુમાર રમેશભાઈ પટેલ મોડાસા પહોંચતા ગ્રામજનોએ મોડાસામાં મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત આર્મી જવાન માદરે વતન મોટી ઇસરોલ ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિવૃત આર્મી જવાન દિલીપકુમાર પટેલના સ્વાગત સમારોહમાં અગ્રણીઓએ નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર રમેશભાઈ પટેલ ઉપરાંત ગામમાં અન્ય બે નિવૃત્ત થયેલા જવાનો પ્રવિણભાઇ પટેલ અને નરસિંહભાઈ પટેલનું ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું. ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર પટેલે સ્વાગત -સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છું.આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો,સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો