અહીં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા, આગામી વર્ષે થશે તૈયાર

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (182 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી) બાદ હવે રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવજીની 351 ફીટ ઉંચી મૂર્તિ બનવા જઇ રહી છે. આ દુનિયામાં પોતાનાં તરફથી સૌથી ઉંચી શિવ પ્રતિમા હશે. તે આગલા વર્ષે માર્ચ સુધી બની જવાની સંભાવના છે.

ઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે શ્રીનાથદ્વારાનાં ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંકરીટથી બનેલી વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનું 85 ટકાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પરિયોજનાનાં પ્રભારી રાજેશ મહેતાએ જણાવ્યું કે 351 ફીટ ઉંચી સિમેન્ટ કોંકરીટથી નિર્મિત શિવ મૂર્તિ દુનિયાની ચોથા નંબરની અને ભારતમાં પટેલની પ્રતિમા બાદ બીજા નંબરની સૌથી ઉંચી મૂર્તિ હશે.

‘મિરાજ ગ્રુપ’નાં ડ્રીમ પ્રોજેક્ટનું લગભગ 85 ટકાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને માર્ચ 2019 સુધી નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સંભાવના છે. 351 ફૂટની વિશાળકાય, સિમેન્ટ કોંકરીટની શિવ પ્રતિમાનું નિર્માણ ઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે ઉદયપુર-જયપુર રાજમાર્ગ પર શ્રીનાથદ્વારા પાસે ગણેશ ટેકરીમાં 16 એકરનાં ક્ષેત્રનાં પહાડ પર કરવામાં આવેલ છે.

4 વર્ષથી ચાલી રહેલ છે નિર્માણકાર્યઃ

છેલ્લાં ચાર વર્ષોથી ચાલી રહેલ આ નિર્માણકાર્યમાં સિમેન્ટની લગભગ ત્રણ લાખ બોરી, 2500 ટન લોખંડનો ઉપયોગ તેમજ 750 કારીગર અને મજૂરો દરરોજનાં કામ કરી રહેલ છે. પ્રતિમામાં શિવજી ધ્યાન અને આરામની મુદ્રામાં છે.

20 કિ.મીનાં અંતરથી પણ જોઇ શકશો મૂર્તિઃ

આ મૂર્તિમાં પ્રવાસીઓની સુવિધાને માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડીઓની પણ વિશેષ જોગવાઇ રાખવામાં આવેલ છે. પ્રવાસીઓ 280 ફૂટની ઉંચાઇ સુધી જઇ શકશે. મૂર્તિને 20 કિ.મીનાં અંતરથી સ્થિત કાંકરોલી ફ્લાઇઓવરથી જોઇ શકાય છે. આટલાં જ અંતરથી રાત્રીએ પણ મૂર્તિને સ્પષ્ટ રૂપથી જોવાં માટે આમાં વિશેષ પ્રકારની લાઇટ પણ મૂકવામાં આવશે કે જેને અમેરિકાથી આયાત કરવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો