શિનોર તાલુકાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષમાં મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા, હવે સર્જાયું મધુવન

ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી થતી હોય છે પણ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષો ઉછેર્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2000 વૃક્ષ ઉછેર્યા છે જે અત્યારે અઢી વર્ષના છે. પાંચ વર્ષે પુખ્ત થયા બાદ આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું વળતર મળશે એવી ભૂપેન્દ્રભાઈને આશા છે.

શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા છે

ખાસ કાળજી કે મોંઘી દવાઓની જરૂર નથી

ગુજરાત માટે આ પ્રકારનું વૃક્ષ નવું છે. આણંદમાં કેટલાક ખેડૂતોએ તેની ખેતી શરૂ કરી છે. રાજ્યો વન વિભાગ રાહત દરે તેના રોપા પૂરા પાડે છે. ખાસ કાળજી કે મોંઘી દવાઓની જરૂર રહેતી નથી અને મહિને માત્ર એક-બે વાર પાણી આપવું પડે છે. કડવા લીમડાના આ વનમાં એક લટાર આહલાદક અનુભૂતિ આપે છે.

પાંચ વર્ષે પુખ્ત થયા બાદ આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું વળતર મળશે
ગુજરાત માટે આ પ્રકારનું વૃક્ષ નવું છે

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો