ભારતીય સેનાને ગુજરાત યુનિવર્સિટીની ભેટ: સૈન્ય માટે બનાવેલું શેલ્ટર હોમ ચીન સરહદે 15500 ફૂટની ઊંચાઈએ મૂકાયું, છત પર 6 ફૂટ બરફ પડે તો પણ કંઈ થશે નહીં

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે અને રૂફ પર 6 ફૂટ સુધી બરફ પડે તો પણ તેને કંઈ થતું નથી. આ રિસર્ચ માટે ભારતીય સૈન્યે યુનિવર્સિટીને 1.20 કરોડની ગ્રાન્ટ પણ આપી હતી.

ટેન્ટની વિશેષતા

  • ટેન્ટ ફેબ્રિક ઇન્સ્યુલેશન, કાર્બન કમ્પોઝિટ મટીરિયલ, ઓક્સિડાઇઝડ મેટલથી બનેલો છે.
  • માઇનસ 30 ડિગ્રી તાપમાન તેમજ 6 ફૂટ બરફ હોય તો પણ જવાનો ઠંડી સામે રક્ષણ મેળવી શકશે.
  • રેગ્યુલર ડોર, ઇમરજન્સી ડોર, સ્ટોર રૂમ, બાથરૂમ, સેનિટાઝર સહિતની વ્યવસ્થા.
  • ભૂકંપ, અતિવૃષ્ટિ કે કોરોનાની સ્થિતિમાં આઇસોલેશન સેન્ટર માટે ટેન્ટનો ઉપયોગ થઈ શકશે.
  • ટેન્ટમાં 20થી 30 જવાનો રહી શકે છે
  • 15,500 ફૂટની ઊંચાઈ પર ટેન્ટને ઇન્સ્ટોલ કરી શકાય છે
  • 8 લોકો 2 કલાકમાં ટેન્ટને ઇન્સ્ટોલ કરી શકે છે
  • ઇન્સ્ટોલ માટે 6 નટ બોલ્ટ્સ, હેમર, રબર, એલ્યુમિનિયમ સીડી સહિતનાં સાધનોની જરૂર પડે છે, જો કે, શેલ્ટર માત્ર 1 કલાક અને 50 મિનિટમાં ઈન્સ્ટોલ થઈ જાય છે.

સૈન્ય સાથે અનેક બાબતે રિસર્ચ ચાલે છે

ઇન્ડિયન આર્મીની સાથે ઘણી બાબતો પર રિસર્ચ અને ઇનોવેશન ચાલે છે. ભારતીય સૈન્યે ગુજરાત યુનિવર્સિટીની આ પ્રોડક્ટને માન્યતા આપી છે. આ બાબત જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે અત્યંત પ્રોત્સાહક બની રહી છે. – ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી

યુનિ.એ બનાવેલા શેલ્ટર હોમથી સંતોષ

યુનિવર્સિટીએ જવાનો માટે બનાવેલા ખાસ ટેન્ટથી અમે સંતુષ્ટ છીએ. ભવિષ્યમાં પણ આ પ્રકારના સંશોધન યુનિવર્સિટી સાથે સંકલન કરીને હાથ ધરાશે. – એ. કે. ચાનન, મેજર જનરલ, ઇન્ડિયન આર્મી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો