‘જે પણ ચીની સૈનિક પર પડ્યો મનદીપ સિંહનો હાથ એ ફરી ઉભો ના થયો’, શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા

પંજાબનાં પટિયાલા જિલ્લાનાં રહેનારા મનદીપ સિંહ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઇને થયેલી હિંસક અથડામણમાં શહીદ થઈ ગયા. 15 દિવસ પહેલા તે પોતાના ઘરેથી રજા ગાળીને ડ્યૂટી પર પરત ફર્યા હતા. શહીદ થતા પહેલા મનદીપ સિંહ જે રીતે દુશ્મન સેના સામે લડ્યા હતા તેના વિશે તેમની ટીમમાં સામેલ એક જવાને જણાવ્યું છે જે આ જ ઑપરેશન દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા છે અને અત્યારે હૉસ્પિટલમાં ભરતી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

2 ચીની સૈનિકોને પકડ્યા, તો ત્રીજાએ કર્યો હુમલો

મનદીપ સિંહનાં ભાઈ નિર્મલ સિંહ ગત 30 એપ્રિલનાં એ જ પોસ્ટથી રિટાયર થઇને પરત ફર્યા છે, જ્યાં મનદીપ સિંહ શહીદ થયા હતા. નિર્મલ ભાવુક થઇને પોતાના ભાઈની બહાદુરીની ગાથા સંભળાવે છે. તેમણે કહ્યું કે, મનદીપ પોતાના દળનાં લીડર હતા. જ્યારે ચીન તરફથી હુમલો કરવામાં આવ્યો તો તે હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યા. તેમણે 2 ચીની સૈનિકોને પકડી રાખ્યા હતા, ત્યારે ત્રીજાએ હુમલો કર્યો જેનાથી તેમનું મોત થયું.

જેના પર પણ પ્રહાર કર્યો તે ફરીથી ના ઉઠ્યો

નિર્મલ સિંહે જણાવ્યું કે મનદીપનાં દળમાં સામેલ એક સૈનિક ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તે હૉસ્પિટલમાં ભરતી છે. તેણે જ મનદીપની બહાદુરી વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે, મનદીપ કોઇના રોકવાથી રોકાતો નહોતો. દુશ્મન સૈનિકોનો સફાયો કરતા તે સતત આગળ વધી રહ્યા હતા. તેણે જેના પર પણ પ્રહાર કર્યો તે ફરીથી ના ઉઠ્યો. મનદીપની વીરતાની કહાની સંભળાવતા નિર્મલ સિંહ ભાવુક થઈ ગયા.

મનદીપ બહાદુરીથી ચીની સેના સામે લડતા શહીદ થયા

તેમણે જણાવ્યું કે મનદીપ 15 દિવસ પહેલા પોતાના ઘરેથી રજા ગાળીને પરત ફર્યા હતા. તેમને બુધવાર સવારે ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે મનદીપ ઘાયલ થયા છે. જ્યારે તેમણે આ વિશે વધારે જાણકારી માંગી તો જણાવવામાં આવ્યું કે અત્યારે સંપર્ક થઈ રહ્યો નથી. ત્યારબાદ બપોરે તેમને ફરી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે મનદીપ બહાદુરીથી ચીની સેના સામે લડતા શહીદ થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો