બોરસદમાં પિતા સાથે બાઇક પર જતા 7 વર્ષના બાળકનું કાચનો માંજો પાયેલી દોરીથી ગળુ કપાયું, 45 મિનિટ સુધી 108 ન પહોંચતા તરફડીને બાળકનું કરૂણ મોત

ઉત્તરાયણને હવે 3 દિવસ બાકી છે તે પહેલા ગુજરાતમાં પતંગની દોરી વાગી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આણંદના બોરસદમાં પતંગની દોરી વાગી જતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. જોકે આ ઘટના બાદ ઇમરજન્સી 108 વાન સમયસર ન પહોંચતા બાળકનું મોત થયું હતું. તો થોડા દિવસ અગાઉ સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં ધાબા પર પગ લપસી જતા બીજા માળેથી પટકાતા મોત નિપજ્યું હતું. ત્યારે ઉત્તરાયણના તહેવારોમાં સાવચેતી ન રાખીએ તો દર વર્ષે પતંગ ચગાવવાની મજામાં કરૂણંતિક ઘટનાઓ પણ બનતી રહે છે. તેથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

108 મોડી આવતા સમયસર ન મળી શકી સારવાર, લોકોમાં આક્રોશ
આણંદના બોરસદમાં સૂર્ય મંદીર રોડ પર પતંગની દોરીથી બાળકનું ગળુ કપાયું હતું. પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકને કાચનો માંજો પાયેલી દોરીના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તો 108 એમ્બ્યુલન્સ વિલંબથી પહોચતા સમયસર સારવાર ન મળી શકી. જેને લઇને બોરસદના ફતેહપુર વિસ્તારના મીરઝા સહદ નામના બાળકનું મૃત્યુ થયું હતું.

108 મોડી આવતા સમયસર સારવાર ન મળી શકી

સૂર્ય મંદીર રોડ પર આ અરેરાટીભરી ઘટનાથી નાગરિકો સ્તબ્ધ થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિકો આક્રોશે ભરાયા હતા કે, 108 એમ્બ્યુલન્સ મોડી આવતા ઇજાગ્રસ્ત બાળકને સમયસર સારવાર મળી નહોતી. આ ઘટનાને 45 મિનિટ વીતી ગયા બાદ પણ 108 એમ્બ્યુલન્સ પહોંચી નહોતી. આ ઘટનાને લઇને સમગ્ર બોરસદમાં આક્રોશ ફેલાયો છે.

ઘટનાને આંખે જોનારાના હૃદય કંપી ગયા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

આ બાળકના આક્રંદથી વાતાવરણમાં કરુણા ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને પોતાની આંખે જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું. આ બાળકનું વેદનામાં તરફડીનો મોત નીપજ્યું હતું. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી નગરનો માહોલ ગમગીન બની ગયો હતો.

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ પણ રાજકોટમાં બાઇક પર ઘરે જઇ રહેલા 39 વર્ષીય વિપુલ બકરાણીયા નામના યુવકનું પતંગની દોરી વાગી જતા મોત થયું હતું. ઘરમાં કમાનાર આ એક જ યુવક હતો.

ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે શું સાવચેતી રાખવી?

 • પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
 • બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
 • વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
 • બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
 • કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
 • અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.

ઉત્તરાયણના તહેવારોમાં શું ના કરવું જોઈએ?

 • લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.
 • નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
 • ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
 • જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
 • ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો જોઈએ નહીં.
 • અગાસી અથવા છત કે ધાબાની પાળી પર ચઢવું જોઈએ નહીં.
 • ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો